કેનેડામાં ખાલિસ્તાનીઓની હિમત વધી, ભારતીય દૂતાવાસો માટે ખતરો વધ્યો
ગુરુદ્વારા કાઉન્સીલના પ્રવકતા મોનિંદરસિંહ સહિત અનેક ખાલીસ્તાની સમર્થકોએ ભારત વિરુધ્દ મોટુ કાવતરું રચયાના ખબર છે.

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેનેડીયન નાગરીક હરદીપસિંહ નિજજરની હત્યા પાછળ ભારત સરકારનો હાથ હોવાના પાયાવિહોણા આપેલા નિવેદન બાદ માત્ર બે કલાકમાં ખાલીસ્તાની સમર્થકોને હવા મળી છે અને તેમની હિમત વધી ગઈ છે અને આ ખાલીસ્તાની સમર્થકોએ ભારત વિરૂધ્ધ ઘાતક કાવતરા રચવા શરૂ કરી દીધા છે જેને લઈને 25મી સપ્ટેમ્બરે કેનેડાના હાઈ કમીશન અને બધા કાઉન્સીલોની બહાર દેખાવની તૈયારી કરી છે
અને આ મામલે બ્રિટીશ કોલંબીયાના એક ગુરુદ્વારામાં ગુપ્ત બેઠક યોજાઈ હતી. જેમાં ગુરુદ્વારા કાઉન્સીલના પ્રવકતા મોનિંદરસિંહ સહિત અનેક ખાલીસ્તાની સમર્થકોએ ભારત વિરુધ્દ મોટુ કાવતરું રચયાના ખબર છે. ગુપ્તચર એજન્સીને મળેલા ઈનપુટમાં આ વાત બહાર આવી છે. ગુપ્તચર એજન્સીને મળેલી માહિતી મુજબ આ દેખાવમાં કેનેડાના અનેક પૂર્વ સાંસદ, નેતા અને કેટલાક ચમરપંથી અને ખાલીસ્તાની સમર્થક ખતરનાક મનસૂબા સાથે આગળ વધી રહ્યા છે.