ભારતવિશ્વ

ભારતના ત્વરિત એક્શન બાદ હવે કેનેડાનું વલણ નરમ પડ્યું છે

કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડોના નિવેદન બાદ બંન્ને દેશોના સંબંધોમાં ખટાશ દેખાઇ હતી. તેમના નિવેદન બાદ ભારતે પણ કડક વલણ અખતિયાર કર્યું હતું

ભારતના ત્વરિત એક્શન બાદ હવે કેનેડાનું વલણ નરમ પડ્યું છે. રોયટર્સના રિપોર્ટ અનુસાર કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડોએ મંગળવારે કહ્યું કે, કેનેડા પોતાના એઝન્ટોને એક શિખ અલગતાવાદી નેતાની હત્યા સાથે જોડાયેલા હોવાની વાત કરીને ભારતને ઉશ્કેરવાના પ્રયાસો કરી રહ્યા છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડોના નિવેદન બાદ બંન્ને દેશોના સંબંધોમાં ખટાશ દેખાઇ હતી. તેમના નિવેદન બાદ ભારતે પણ કડક વલણ અખતિયાર કર્યું હતું. સોમવારે જ્યારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સંસદ પહોંચ્યા તો તેમણે ભારત અંગે એવું કહ્યું જેના કારણે બંન્ને દેશોના સંબંધ અચાનકતંગ થયા હતા. ટુર્ડોએ કેનેડિયન સંસદથી ભારત પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે ખાલિ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણી હોવાનો આરોપ લગાવ્યો. આ પહેલીવાર હતું જ્યારે કોઇ દેશે ભારત પર આ પ્રકારના ગંભીર આક્ષેપ કર્યા હોય. આરોપ પણ કોઇ નાનો મોટો નહી પરંતુ વિદેશમાં હત્યાની સંડોવણી હોવાનો.

ટ્રુડોએ સંસદમાં કહ્યું કે, કેનેડાના નાગરિકોની તેની જ જમીન પર હત્યામાં કોઇ વિદેશી સરકારની સંડોવણી સહેવામાં નહી આવે. આ અમારી સંપ્રભુતાનું ઉલ્લંઘન છે. જે સંપુર્ણ અસ્વિકાર્ય છે. ત્યાર બાદ કેનેડાએ ભારતના એક ટોપ ડિપ્લોમેટની હકાલપટ્ટી કરતા દેશ છોડવાનો આદેશ આપ્યો. ભારત સરકારે કેનેડાના આ આરોપોને ભગાવી દીધા છે. તેના થોડા જ સમય બાદ જ ભારતે પણ કેનેડાના એક સીનિયર ડિપ્લોમેટની હકાલપટ્ટી કરી દીધી છે અને પાંચ દિવસની અંદર ભારત છોડવાનો આદેશ આપ્યો છે.

ભારતના ત્વરિત એક્શન બાદ હવે કેનેડાનું વલણ નરમ પડ્યું છે. રોયટર્સના રિપોર્ટ અનુસાર કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ મંગળવારે કહ્યું કે, કેનેડા પોતાના એજન્ટોને એક શિખ અલગતાવાદી નેતાની હત્યા સાથે જોડાયેલા હોવાની ભલામણ કરીને ભારતને ઉશ્કેરવાનો પ્રયાસ નથી કરી રહ્યો પરંતુ તેઓ ઇચ્છે છે કે ભારત આ મુદ્દાને યોગ્ય રીતે સંબોધિત કરે. ટ્રુડોએ પત્રકારોને કહ્યું કે, ભારત સરકારને આ મામલે ખુબ જ ગંભીરતાથી લેવાની જરૂર છે. અમે એવું કરી રહ્યા છે, અમે એવું કરી રહ્યા છે, અમને ઉશ્કેરવા અથવા આગળ વધારવા અંગે નથી વિચારી રહ્યા.

ભારતીય વિદેશ મંત્રાલયે કેનેડાના આરોપનો જવાબ આપતા કહ્યું કે, કેનેડામાં હિંસાના કોઇ પણ કૃત્યમાં ભારત સરકારની સંડોવણીના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. ભારત તરફથી કહેવાયું છે કે, આ પ્રકારના નિરાધાર આરોપો ખાલિસ્તાની આતંકવાદીઓ અને કટ્ટરપંથીઓ પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરે છે, જેને કેનેડામાં આશ્રય અપાયો છે અને જે ભારતની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતા માટે ખતરો બનેલા છે. આ મામલે કેનેડિયન સરકારની નિષ્ક્રિયતા લાંબા સમયથી અને નિરંતર ચિંતાનો વિષય રહી છે.

MEA એ કહ્યું કે, અમે ભારત સરકારને આવા ઘટનાક્રમો સાથે જોડવા માટેના કોઇ પણ પ્રયાસનો અસ્વિકાર કરીએ છીએ. અમે કેનેડા સરકારને પોતાની ધરતી પર સક્રિય તમામ ભારત વિરોધી તત્વો વિરુદ્ધ ત્વરિત અને પ્રભાવી કાયદેસરની કાર્યવાહી કરવાની અપીલ અને આગ્રહ કરીએ છીએ.

ટ્રુડોએ કહ્યું કે, ભારતીય મુળના કેનેડિયન નાગરિકોમાં ગુસ્સો છે અને કદાચ તેઓ ડરેલા પણ છે. તો અમને બદલવા માટે મજબુર ન કરશો. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતના મોસ્ટ વોન્ટેડ અને ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની 18 જુને કેનેડાના Surrey માં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. નિજ્જરને કેનેડાના એક ગુરૂદ્વારાની બહાર ગોળી મારી દેવામાં આવી હતી.

 

News Click 24

Poll not found

Related Articles

Back to top button