ભારત

હાલમાં જ જી-20 દેશોની શિખર પરિષદ સમયે ભારત આવેલા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન ફરી જાન્યુઆરી માસમાં ભારતના પ્રવાસે આવી શકે છે. 

ભારત ખાતેના અમેરિકી રાજદૂત દ્વારા માહિતી કવાડ બેઠક પણ ભારતમાં યોજાવાની શકયતા

હાલમાં જ જી-20 દેશોની શિખર પરિષદ સમયે ભારત આવેલા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન ફરી જાન્યુઆરી માસમાં ભારતના પ્રવાસે આવી શકે છે. ભારત સરકારે પ્રજાસતાક દિન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહેવા આમંત્રણ આપ્યુ છે.

આ આમંત્રણ અંગે ભારત ખાતેના અમેરિકી રાજદૂત એરીક ગ્રાસીટીએ પણ સમર્થન આપ્યું હતું. છેલ્લે 2015માં અમેરિકાના તત્કાલીન પ્રમુખ બારાક ઓબામા પ્રજાસતાક દિન ઉજવણીમાં મુખ્ય અતિથિ હતા અને અત્યાર સુધીમાં પ્રજાસતાક દિને હાજર રહેનાર તેઓ પ્રથમ અને એકમાત્ર અમેરિકી રાષ્ટ્રપતિ બની રહ્યા હતા.

હવે જો બાઈડન આવશે તો તેઓ આ સન્માન મેળવનાર બીજા અમેરિકી પ્રમુખ હશે અને સૌથી મહત્વનું ફકત પાંચ માસમાંજ ભારતની મુલાકાતે બીજી વખત આવનાર તે અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ બની જશે. ડોનાલ્ડ ટ્રમ્પને 2019માં પ્રજાસતાક દિન પરેડમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ અપાયું હતું પણ અમેરિકાની પ્રમુખપદની ચુંટણીના કારણે તેઓ આવી શકયા ના હતા.

આગામી વર્ષે જ ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાનના કવાડ સંગઠનની બેઠક છે અને તે પણ જાન્યુઆરી માસમાં છે પણ જો તે જાન્યુઆરીમાં ‘કવાડ’ બેઠક ભારતમાં યોજાય તો આ ત્રણ રાષ્ટ્રોના વડા પણ જાન્યુઆરીમાં ભારતના પ્રવાસે આવી શકે છે.

જો કે હજું પ્રજાસતાક દિન સમારોહ અને કવાડ બેઠકને જોડવા અંગે ભારતે કોઈ સંકેત આપ્યો નહી હોવાનું અમેરિકી રાજદૂતે જણાવ્યું હતું. ભારત દર વર્ષે પ્રજાસતાક દિન સમારોહમાં વિશ્વના અલગ અલગ દેશના રાષ્ટ્રવડાને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપે છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button