ભારત

ખાલીસ્તાની નેતાની હત્યા અને તેને પગલે સર્જાયેલો તનાવ હવે નવી ઉંચી સપાટીએ

ભારત સરકારનું આકરું પગલું: ભારતના વિઝા આપતી કેનેડીયન એજન્સીએ વેબસાઈટ પર આજથી જ તમામ વિઝા સેવાઓ સ્થગીત કરી હોવાની જાહેરાત કરી: કેનેડા પણ વળતુ પગલુ લે તેવા સંકેત

ભારત અને કેનેડા વચ્ચે વધતા તનાવમાં મોદી સરકારે એક મોટા પગલામાં કેનેડાના નાગરિકો માટે ભારતમાં પ્રવેશબંધી લાદી દીધી છે અને હવે કેનેડાના નાગરિકોની વિઝા અરજીઓ સ્થગીત કરી દીધી છે તેમજ કોઈ નવી અરજીઓ પણ સ્વીકારાશે નહી. કેનેડામાં વિઝા સંચાલન કરનાર બીએલએસ ઈન્ટરનેશનલ દ્વારા તેની વેબસાઈટ પર આ માહિતી આપવામાં આવી છે. જો કે ભારત સરકારે હજુ કોઈ સતાવાર જાહેરાત કરી નથી પરંતુ કેનેડાના વિઝા સંચાલન કેન્દ્રએ ઓનલાઈન નોટીસ મુકીને જાહેર કર્યુ છે કે, ભારતીય મિશન તરફથી મળેલી મહત્વપૂર્ણ સૂચના મુજબ ભારતની વિઝા સેવા તા.21 સપ્ટેમ્બરથી અનિશ્ચિત સમય માટે બંધ રહેશે.

ભારતીય દૂતાવાસના એક ઉચ્ચ અધિકારીએ પણ તેનો સ્વીકાર કર્યો છે પરંતુ જણાવ્યું હતું કે, નોટીસમાં સ્પષ્ટપણે જણાવાયું છે. કોરોના બાદ આ પ્રથમ ઘટના છે કે ભારતે કોઈ દેશના નાગરિકોને વિઝા આપવાનું સસ્પેન્ડ કર્યુ હોય.

ગઈકાલે જ ભારતે એક એડવાઈઝરીથી કેનેડામાં વસતા ભારતીયોને સાવધાન રહેવા સલાહ આપી હતી અને કેનેડામાં ભારતીય દૂતાવાસને પણ ખાસ સુરક્ષા આપવામાં આવી છે. જયારે દિલ્હીમાં પણ કેનેડીયન રાજદૂત ઓફિસોને વધારાની સુરક્ષા આપવામાં આવી છે. આમ બંને દેશોના સંબંધો હવે અત્યંત તનાવભરી સ્થિતિમાં પહોંચી ગયા છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button