ગુજરાતભારત

મતદાર યાદી માટે ચૂંટણી પંચ દ્વારા જાહેર વોટર લીસ્ટમાં નામાંકન માટેના ફોર્મમાં થશે ફેરફાર

મતદાર યાદી માટે મતદારનો આધાર નંબર દર્શાવવો ફરજીયાત નહિં રહે

મતદાર યાદી માટે મતદારનો આધાર નંબર દર્શાવવો ફરજીયાત નહિં રહે. સુપ્રિમ કોર્ટે ભારતનાં ચૂંટણી પંચને વચન આપ્યું હતું કે તે ફોર્મ-6 અને ફોર્મ-બી (ઈ-રોલમાં રજીસ્ટ્રેશન માટે)માં ઉચીત સ્પષ્ટીકરણ ફેરફાર જાહેર કરશે. ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડીયા ડી.વાય.ચંદ્રચુડ, જસ્ટીસ જે.બી.પારડીવાલા અને જસ્ટીસ મનોજ મિશ્રાની ખંડપીઠે ચૂંટણી પંચ તરફથી હજુ સીનીયર વકીલને એ પણ જણાવ્યું હતું કે મતદાતાઓનાં રજીસ્ટ્રેશન (સંશોધન) નિયમ 2022 નાં નિયમ-26 બી અંતર્ગત આધાર સંખ્યા જમા કરાવવું ફરજીયાત નથી. ઈ-રોલમાં રજીસ્ટ્રેશન માટે ઈસીઆઈ ફોર્મનાં ફોર્મ6 (નવા મતદાતાઓ માટે આવેદનપત્ર) અને ફોર્મ 6 બી (મતદાતા સુચિ પ્રમાણીકરણનાં ઉદેશથી આધાર નંબરની જાણકારીનો પત્રના મુદાને ઈંગીત કરનારી અરજીમાં આ વચન દેવામાં આવ્યું છે. અરજી તેલંગાણા પ્રદેશ સમિતિનાં સીનીયર એડવોકેટ જી.નિરંજન દ્વારા અપાઈ હતી

 

News Click 24

Poll not found

Related Articles

Back to top button