ગુજરાત

નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા પાણી બાદ ભરૂચ-નર્મદા જિલ્લાના વિસ્તારમાં લોકોને ભારે તકલીફો પડી છે. લોકોના ઘર ડૂબ્યા છે તો ખેડૂતોના ખેતરો ખલાસ થઈ ગયા છે.

નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા પાણી બાદ ભરૂચ-નર્મદા જિલ્લાના વિસ્તારમાં લોકોને ભારે તકલીફો પડી છે

નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા પાણી બાદ ભરૂચ-નર્મદા જિલ્લાના વિસ્તારમાં લોકોને ભારે તકલીફો પડી છે. લોકોના ઘર ડૂબ્યા છે તો ખેડૂતોના ખેતરો ખલાસ થઈ ગયા છે. આ વચ્ચે નર્મદા જિલ્લામાં વધુ એક ભાજપના ધારાસભ્ય લોકોના રોષનો કડવો અનુભવ થયો હતો. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના સિસોદ્રા ગામ ખાતે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ ત્યાં ગયા હતા. ત્યારે ઘટનાના ચાર દિવસ બાદ ધારાસભ્ય આવતા ગ્રામજનોમાં ભારે રોષ અને ગુસ્સો હતો અને મહિલાઓ સહિત તમામે તેઓને કારમાંથી નીચે પગ મુકવા દીધો નહોતો. ગામલોકો ધારાસભ્યની કારને ઘેરી વળ્યા હતા અને આરોપ મૂક્યો હતો કે ગઈકાલે કોંગ્રેસ વાળા આવ્યા હતા એટલે આજે તમે આવે છે તમારા 5-10 હજારથી અમારું કંઈ નથી થવાનું.

ગ્રામજનોએ કહ્યું, અહીંથી જાવ અમારે હવે કઈ જરુર નથી, 4 દિવસે આવ્યા તમે. અમે અમારી રીતે હવે જીવી લઈશું, મરી પણ જઈશું, કોઈ અમને બચાવવા નહોતું આવ્યું. જાતે અમે ગામલોકોને દોરડા વડે બચાવ્યા. ચૂંટણી વખતે બોલ્યા હું તમારી દીકરી છું અને હવે 4 દિવસે આવ્યા. ગામલોકોએ કહ્યું હતું કે, આપણું ગામ ખાલી વોટ માટે આવવાનું પછી નહિ આવવાનું. ભીખ આપવા અમારા ગામમાં આવ્યા. અમારે કઈ નહિ જોઈતું, જાવ હવે.

સિસોદ્રા ગામના વડીલ, યુવાન અને મહીલાઓએ ધારાસભ્યની કારને ચારે બાજુથી ઘેરી લીધી હતી અને તેઓને ગાડીમાંથી નીચે ઉતારવા દીધા હતા. ગ્રામજનોના ભારે ગુસ્સા અને રોષના કારણે આખરે ધારાસભ્યો સિસોદ્રા ગામની મુલાકાત લીધા વગર પરત જોવું પડ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય દિવસથી આવી ઘટનાઓ જોવા મળી રહી છે કે જ્યાં રાજકીય નેતાઓને ગ્રામજનો પોતાના ગામમાં ઘૂસવા નથી દેતા અથવા તો તેઓ જ્યારે મળવા આવે છે ત્યારે તેમના રોષનો ભોગ બનવું પડ્યું છે. ગઈકાલે ભરૂચમાં પણ આવી જ ઘટના બની હતી. જ્યાં પ્રભારી મંત્રી હળપતિ આવ્યા હતા જેમને લોકો ઘેરી પડ્યા હતા અને તેમને પણ પ્રજાના રોષનો ભોગ બનવું પડ્યું હતું. ત્યારે આ બીજી ત્રીજી ઘટના છે કે જેમાં બીજેપીના ધારાસભ્યને જનતાના રોષનો સામનો કરવો પડ્યો છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button