ભારત

કેનેડામાં ખાલીસ્તાની સમર્થક અને ગેંગસ્ટર સુખદુલ સિંઘ ઉર્ફે સુખાની કરવામાં આવેલી હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગએ સ્વીકારી છે

ગેંગનો વડો લોરેન્સ બિશ્નોઈ અમદાવાદ જેલમાં બંધ છે: તપાસનું પગેરૂ લંબાશે

કેનેડામાં ખાલીસ્તાની સમર્થક અને ગેંગસ્ટર સુખદુલ સિંઘ ઉર્ફે સુખાની કરવામાં આવેલી હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગએ સ્વીકારી છે. સુખાને ગઈકાલે ઠાર મરાયો હતો તે ત્રાસવાદી અર્શદીપસિંઘનો ખાસ સાથી ગણતો હતો. કેનેડાના વિનિંપેગ શહેરમાં તેને 15 ગોળી મારી ઠાર મરાયો જેમાં બિશ્નોઈ ગેંગે ફેસબુક પેજ પર આ હત્યાની જવાબદારી સ્વીકારી હતી.

બિશ્નોઈ ગેંગના જણાવ્યા મુજબ ગેંગસ્ટર સુખો અન્ય ગેંગસ્ટર ગુરલાલ બ્રાર અને વિકીની હત્યામાં સંડોવાયેલો હતો તે ડ્રગનો ધંધો કરતો હતો અને ખુદ બંધાણી હતો અને તેણે ડ્રગના ધંધાથી અનેક લોકોના જીવન બરબાદ કર્યા હતા તેનો અંત જરૂરી હતો. બિશ્નોઈ ગેંગે કહ્યું કે અમારા દુશ્મનોને આ સીધી ચેતવણી છે તેઓ ભારત-કેનેડા કે ગમે ત્યાં છુપાય જાય છે પણ બચી શકશે નહી. બિશ્નોઈ ગેંગનો વડો લોરેન્સ બિશ્નોઈ હાલ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. કચ્છમાં ડ્રગના ધંધામાં તેની સંડોવણી બહાર આવી હતી તથા તે પંજાબમાં સિંધુ મુસેવાલા હત્યામાં પણ સામેલ છે તથા તેની સામે રાષ્ટ્રીય સુરક્ષા ધારા હેઠળ પણ કેસ નોંધાયા છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button