ગુજરાત

અમદાવાદના બોપલમાં એક બિલ્ડર સાથે ફેસબુકથી મિત્રતા કરીને યુવતી અને તેની ગેંગે 62 લાખ રૂપિયા પડાવી લીધા

નફાની લાલચમાં રોકાણના બહાને ગેંગે ટુકડે ટુકડે કરીને પૈસા પડાવ્યા અને પાછા માગવા પર યુવતી સાથેની ચેટ બિલ્ડરની પત્નીને વધુ પૈસાની માગણી કરી હતી.

અમદાવાદના બોપલમાં એક બિલ્ડર સાથે ફેસબુકથી મિત્રતા કરીને યુવતી અને તેની ગેંગે 62 લાખ રૂપિયા પડાવી લીધા હોવાની વિગતો સામે આવી રહી છે. નફાની લાલચમાં રોકાણના બહાને ગેંગે ટુકડે ટુકડે કરીને પૈસા પડાવ્યા અને પાછા માગવા પર યુવતી સાથેની ચેટ બિલ્ડરની પત્નીને વધુ પૈસાની માગણી કરી હતી  . શહેરના બોપલમાં રહેતા બિલ્ડર સંજય પટેલને 2021માં પલક પટેલ નામની યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. બાદમાં બંને વચ્ચે વાતચીત શરૂ થઈ. યુવતીએ પહેલા તેના ભાઈના ખાતામાં 2500 રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા. બાદમાં બિઝનેસમાં વધારે ફાયદો અપાવવાની લાલચમાં વધુ રૂપિયા રોકવા બિલ્ડરને જણાવ્યું. આમ બિલ્ડર પાસેથી જુદા જુદા મોબાઈલ નંબર પર પૈસા ટ્રાન્સફર કરાવીને ટુકડે ટુકડે 62 લાખ પડાવી લીધા હતા.

જોકે લાખો રૂપિયો રોકવા છતા રકમ પરત ન મળતા આખરે બિલ્ડરે નાણા પાછા માગ્યા. ત્યારે આરોપીઓએ 38 લાખ પાછા આપવા 1.40 લાખ પ્રોસેસિંગ ફી માગી. જે બાદ બિલ્ડરે પૈસા લેવા પકવાન ચાર રસ્તા પૈસા બોલાવ્યા. બાદમાં ફરી 70 લાખ આપવાનું કહીને બિલ્ડર પાસે 3.40 લાખ માગ્યા હતા. ફ્રોડ ટોળકી બિલ્ડરની પલક સાથેની ચેટ પત્નીને બતાવવાનું કહીને તેની પાસેથી સતત પૈસા પડાવતી રહી. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણ થતા આખરે બિલ્ડરે પલક પટેલ, રાજેશ પટેલ, હેમલ પટેલ, રૂહાની અને હાર્દિક પ્રજાપતિ સામે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આખરે પોલીસે 24 સપ્ટેમ્બરે ભેજાબાજ હાર્દિક પ્રજાપતિને ઝડપી પાડ્યો. જે બાજ તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં હાજર કરાતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જ્યારે તેના અન્ય સાગરિતો હાલમાં ફરાર છે. જેમને પકડવા તથા પડાવેલા પૈસા રિકવર કરવાની દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે.

 

News Click 24

Poll not found

Related Articles

Back to top button