કાલે 30 સપ્ટેમ્બર: બેન્કો ચાલુ છે: ગુલાબી નોટો હોય તો જમા કરાવી દેજો
મની કંટ્રોલનો રિપોર્ટ સરકાર 1 માસની મુદત વધારી શકે વિદેશમાં રહેતા લોકોને પણ હવે નવી જાહેર થઈ શકતી ડેડલાઈન લાગું પડશે: રિઝર્વ બેન્ક પર નજર

દેશમાં રૂા.2000ની નોટો ચલણમાંથી પાછી ખેંચી લેવાના નિર્ણય બાદ હવે આવતીકાલ શનિવાર સુધીમાં તે પરત બેન્કમાં જમા કરાવવા અથવા મર્યાદીત રીતે એકસચેંજની આખરી તારીખ છે અને એક આર્થિક વેબસાઈટના જણાવ્યા મુજબ સરકાર આ મુદતમાં 31 ઓકટોબર સુધીમાં વધારો કરી શકે છે.
રિઝર્વ બેન્કના એક ઉચ્ચ અધિકારીને ટાંકીને મની કંટ્રોલ ડોટ કોમના અહેવાલ મુજબ સરકાર ઈચ્છે છે કે રૂા.2000ની નોટો આવી જાય અને વિદેશમાં રહેલા લોકોને પણ તેઓ હવે તા.31 ઓકટોબર સુધીમાં તેમની પાસે આ ગુલાબી નોટો હોય તો જમા કરાવવા જણાવાશે પછી કોઈ વિન્ડો ખુલી રખાશે નહી. છેલ્લે રિઝર્વ બેન્કે જારી કર્યા મુજબ સીસ્ટમમાં રહેલી
રૂા.2000ની નોટોમાં 93% એટલે કે અંદાજે રૂા.3.32 લાખ કરોડની નોટો બેન્કોમાં જમા થઈ છે અને ફકત 6-7% જેટલી નોટો જ હવે પરત આવવાની બાકી છે. જેની કાલે મુદત પુરી થયા પુર્વે આરબીઆઈ કાલે સાંજ પુર્વે આ મુદત વધારશે. કાલે પાંચમો શનિવાર છે અને તેથી બેન્કો ખુલ્લી રહેશે. રિઝર્વ બેન્કે લાંબા સમયથી રૂા.2000ની નોટો છાપવાનું બંધ કરી દીધું હતું.



