વામાન વિભાગની આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.
સૌરાષ્ટ્રના 39, કચ્છના 12, મધ્ય ગુજરાતના 10, તો દક્ષિણ ગુજરાતના સાત અને ઉત્તર ગુજરાતનું એક જળાશય છલોછલ થયા છે

હવામાન વિભાગની આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. રાજ્યમાં આગામી બે દિવસ વરસાદી વાતાવરણનો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે. આ સાથે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવવાની પણ શક્યતા વ્યક્ત કરી છે.
આજે દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં હળવો વરસાદ વરસી શકે છે. તો સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં પણ વરસાદની સંભાવના છે. . સંઘ પ્રદેશ દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદનો અનુમાન છે.
ચોમાસા દરમિયાન રાજ્યમાં છલકાયેલા જળાશયોની વાત કરીએ તો તેની સંખ્યાની વધીને 69 પર પહોંચી છે. સૌરાષ્ટ્રના 39, કચ્છના 12, મધ્ય ગુજરાતના 10, તો દક્ષિણ ગુજરાતના સાત અને ઉત્તર ગુજરાતનું એક જળાશય છલોછલ થયા છે. રાજ્યના 206 પૈકી 146 જળાશયો હાઈએલર્ટ પર છે તો 112 હાઈએલર્ટ પર છે, 19 એલર્ટ તો 15 જળાશયો વોર્નિંગ પર છે. તો 60 જળાશયોમાં 70 ટકાથી ઓછો જળસંગ્રહ છે.