ભારત

2023-24નો પ્રારંભ મોદી સરકાર માટે શુભ-શુભ થઈ રહ્યો છે સરકારની છેલ્લા પાંચ મહિનાની કુલ ટેક્ષ આવક 16 ટકા વધીને રૂા.11.8 લાખ કરોડ નોંધાઈ છે.

અર્થશાસ્ત્રીના જણાવ્યા મુજબ 1997-98 બાદનો આ સૌથી મોટો વધારો છે

2023-24નો પ્રારંભ મોદી સરકાર માટે શુભ-શુભ થઈ રહ્યો છે સરકારની છેલ્લા પાંચ મહિનાની કુલ ટેક્ષ આવક 16 ટકા વધીને રૂા.11.8 લાખ કરોડ નોંધાઈ છે. કેન્દ્ર સરકારના સીધા અને આડકતરા વેરામાં 2023-24ના પ્રથમ પાંચ માસમાં થયેલા વધારાથી આગામી સમયમાં સરકાર માટે નવી યોજનાઓ લાવવાનું સરળ બનશે.

સીધા અને આડકતરા કરવેરા બંનેમાં સરેરાશ 16.5 ટકાનો વધારો થયો છે. એપ્રિલથી જુલાઈના સમયગાળામાં કુલ વેરા આવક બજેટ અંદાજના 2.1 ટકા વધી છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા ડેટા મુજબ વર્ષ દરમ્યાન કુલ 23.3 લાખ કરોડની ટેક્ષ આવકનો જે બજેટ અંદાજ છે. ઓગષ્ટ માસમાં સરકારની આવકમાં થયેલા વધારામાં ડાયરેકટ ટેક્ષ કલેકશન વધ્યુ હોવાનું જાહેર થયું છે.

અર્થશાસ્ત્રીના જણાવ્યા મુજબ 1997-98 બાદનો આ સૌથી મોટો વધારો છે. નોન ટેક્ષ આવકમાં પણ એપ્રિલ-ઓગષ્ટના સમયમાં 79.4 ટકાનો વધારો થઈને કુલ રૂા.2.09 લાખ કરોડ નોંધાયું છે. જો કે તેમાં મોટી આવક રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા દ્વારા કેન્દ્રને જે ડિવિડન્ડ ટ્રાન્સફર કરાયું તેની છે.

કેન્દ્ર સરકારનો કુલ ખર્ચ 12.97 લાખ કરોડ નોંધાયો છે. પરંતુ ટેક્ષની આવકમાં થયેલા વધારાને કારણે કેન્દ્રને ચાલુ નાણાકીય વર્ષમાં જે જીડીપીના 5.9 ટકા ફીસ્કલ ડેફેસીટ છે તે જળવાઈ રહેશે તેવી શકયતા છે.

એપ્રિલ-ઓગષ્ટ સુધીમાં ફીસ્કલ ડેફેસીટ વધીને 6.43 લાખ કરોડ નોંધાઈ છે. જે કુલ વર્ષના ટાર્ગેટના 32.6 ટકા છે. ગત સપ્તાહે નાણામંત્રાલયે ઓકટોબર-માર્ચના સેકન્ડ હાફ માટે 6.55 લાખ કરોડનો વધારાની જાહેર દેવુ કરવાની તૈયારી કરી છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button