એકઝીટપોલમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાન બંનેમાં ભાજપ માટે ટફ પરિસ્થિતિ હોવાનું બહાર આવ્યું છે.
રાજ્યમાં ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું છે અને મધ્યપ્રદેશમાં પણ પક્ષે તમામ સિનીયર નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે.

પાંચ રાજ્યોની ધારાસભા ચૂંટણીની જાહેરાત હવે ઓકટોબર માસમાં પ્રથમ સપ્તાહ બાદ થઇ શકે છે તે વચ્ચે બહાર આવેલા એક એકઝીટપોલમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાન બંનેમાં ભાજપ માટે ટફ પરિસ્થિતિ હોવાનું બહાર આવ્યું છે. રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ શાસનના વર્તમાન મુખ્યમંત્રી અશોક ગહેલતનો જાદુ ચાલશે તેવા સંકેત છે. રાજ્યમાં ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું છે અને મધ્યપ્રદેશમાં પણ પક્ષે તમામ સિનીયર નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે. ટાઇમ્સ નાવ, નવભારતના એક સર્વેમાં બહાર આવ્યું છે કે રાજસ્થાનમાં જો આજે ચૂંટણી યોજાઇ તો બંને પક્ષો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. ભાજપ 42.80 ટકા મત પર કબજો ધરાવે છે. કોંગ્રેસના પક્ષમાં 42.20 ટકા મતો મળી શકે છે અને સર્વેના અનુસાર બંને પક્ષો વચ્ચે મતોનું અંતર ઘટીને 0.6 ટકા જેવું રહ્યું છે.
રાજ્યના મેવાડમાં 43 બેઠકો છે જેમાં બંને પક્ષો વચ્ચે 20-22 બેઠકો વહેંચાઇ શકે છે. સર્વેના જણાવ્યા મુજબ 200 બેઠકોની વિધાનસભા બેઠકમાં ભાજપને 95 થી 105 અને કોંગ્રેસને 91 થી 101 બેઠક મળી શકે છે. ત્રણ થી 6 બેઠકો પર અન્ય પક્ષોનો કબ્જો છે. 2018માં કોંગ્રેસને 100 બેઠકો અને ભાજપને 73 બેઠકો મળી હતી.
જ્યારે મધ્યપ્રદેશમાં ભાજપને ફરી સત્તા મેળવવાનું નજરે ચડતું નથી. ચૂંટણીના પ્રિપોલમાં રાજ્યની 230 વિધાનસભા બેઠકમાં ભાજપને 102 થી 110, કોંગ્રેસને 118 થી 128 બેઠકો મળી શકે છે. આ સર્વે 20 સપ્ટેમ્બરના કરવામાં આવ્યો હતો. ખાસ કરીને ગ્વાલીયર અને ચંબલ હાલની ભાજપની પરિસ્થિતિ ખરાબ માનવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજયમાં તેની તમામ તાકાત લગાવી છે અને આગામી સમયમાં તે કેટલું પરિવર્તન કરી શકે તે છે તેના પર નજર છે.



