હાફિસ સઈદને બીજો ફટકો પુત્ર બાદ ખાસ સાથીને પણ ગોળીઓથી ભુંજી નંખાયો
લશ્કરે તૈયબામાં આંતરિક યુદ્ધ પાકના સૌથી ધનવાન ત્રાસવાદી સંગઠનમાં વર્ચસ્વની લડાઈ: કરાચીમાં ગેંગવોર જેવો માહોલ

ભારત માટેના મોસ્ટ વોન્ટેડ ત્રાસવાદી લશ્કર-એ-તોયબાના વડા હાફિસ સઈદના પુત્રના અપહરણ અને હત્યાની ઘટનાના અહેવાલ ખૂબજ ચગી રહ્યા છે ત્યાંજ આ ત્રાસવાદી વડાના ખાસ ગણાતા અને સંગઠનના નંબર ટુ મુફિત કૌસર ફારૂકની પણ અજાણ્યા બંદુક ધારીઓએ હત્યા કરતા સઈદને બે દિવસમાં આ બીજો આંચકો લાગ્યો છે.
કરાચીમાં ઈદી સેન્ટર ક્ષેત્રમાં ગુલશન એ ઉમર મદરેસા પાસે આ હત્યા થઈ હતી અને મુફિત કૌસર ફારૂકને ગોળીઓથી ભુંજી નખાયો હતો તેની આ હત્યાનો વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયો છે. જો કે પાક પોલીસે તેના પર મૌન ધારણ કરી લીધુ છે. આ હત્યાને લશ્કરે તોયબામાં આંતરિક વર્ચસ્વની લડાઈ પણ ગણવામાં આવે છે. હાફિસ સઈદે તેના જમણા હાથ જેવા કૌસર ફારૂકને નંબર ટુ બનાવતા આંતરિક વિરોધ સર્જાયા છે. લશ્કરે તોયબા એ પાકનું સૌથી ધનવાન ત્રાસવાદી સંગઠન ગણાય છે
અને સાઉદી અરેબીયા સહિતના દેશોના ધનપતિઓ આ સંગઠનને જબરુ ફંડ અપાય છે તથા હાફિસ સઈદ ખૂબજ એશ આરામથી રહે છે તથા પાક જાસૂસી એજન્સીના પણ તેને સહાયતા છે. હાફિસ સઈદના પુત્ર સાથે પણ બળવો થયો હતો. હાફિસે પહેલા તેના પુત્ર તુલ્હાને તમામ જવાબદારી સોપી હતી અને તેના પર અનેક હુમલો થયો અને હાલમાંજ તેનું અપહરણ કરી હત્યાના અહેવાલ છે ત્યાં તેને પુષ્ટી મળી હતી.