NIAને સફળતા મોસ્ટ વોન્ટેડ આતંકી શાહનવાઝ ઝડપાયો
છેલ્લા ત્રણ દિવસથી તલાશ હતી: રૂા.3 લાખના ઈનામી ત્રાસવાદીનુ પાક. કનેકશન: અન્ય બે પણ ઝડપાયા: હજુ બે રીઝવાન અને અબદુલ્લાહ શેખની તલાશ

પાટનગર દિલ્હીમાં મોટી આતંકી ઘટનાને ‘અંજામ’ આપવા ઘુસેલા તથા પાક એજન્સીના તાલીમબદ્ધ વોન્ટેડ-ત્રાસવાદી તેની યોજનાને સફળ બનાવે તે પુર્વે જ નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી તથા દિલ્હી પોલીસે એક સંયુક્ત ઓપરેશનમાં રૂા.3 લાખના ઈનામથી શાહનવાઝ અને તેના બે સાથીઓને ઝડપી લીધા હતા. છેલ્લા કેટલાક દિવસથી પાટનગરમાં શંકાસ્પદ ત્રાસવાદીઓ ઘુસ્યા હોવાની ગુપ્તચર બાતમી પરથી આ ઓપરેશન શરુ કરાયુ હતું. જેમાં એનઆઈએ માટે વોન્ટેડ ત્રણ ત્રાસવાદીઓને શોધવા ખાસ ટીમો ઉતારાઈ હતી. જેમાં ગઈકાલે રાત્રીના જબરી સફળતા મળી હતી. રૂા.3 લાખનું ઈનામ ધરાવતો ત્રાસવાદી શૈફી ઉજજમા શાહનવાઝ તથા તેના બે સાથીઓને ઝડપી લેવાયા છે. શાહનવાઝ પર રૂા.3 લાખનું ઈનામ હતું. તે પુનામાં એક આતંકી કેસમાં વોન્ટેડ હતો. એન્જીનીયરીંગ સુધી અભ્યાસ કરેલો. શાહનવાઝ આતંકી માર્ગે ચાલ્યો ગયો હતો અને પાકની જાસૂસી એજન્સીના સાથે સાંઠગાંઠ હતી તેના નિવાસે તલાશી લેતા લિકવીડ મળી આવ્યા છે
જે તમામ માટે લેબોરેટરીમાં મોકલાયા છે. હવે શાહનવાઝની માહિતી પરથી તેના અન્ય બે સાથીઓની તલાશ શરુ થઈ છે અને તેઓનો પ્લાન શું હતું તથા તેમાં અન્ય કોણ સામેલ હતા તે તપાસ થશે. ગત મહિને દિલ્હીમાં મળેલી જી.20ની બેઠક સમયે જ ત્રાસવાદી હુમલાનો ખતરો હતો પણ ભારે સુરક્ષાના કારણે તે અંજામ આપી શકાયા ન હતો તેવું માનવામાં આવે છે પણ એનઆઈએએ બાદમાં ખાસ ઓપરેશન હાથ ધર્યુ હતું.



