ગુજરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજથી 2 દિવસ દિલ્હીના પ્રવાસે, આવતીકાલે વાઈબ્રન્ટ સમિટ કર્ટેન રેઈઝર કાર્યક્રમમાં આપશે હાજરી.

આ કાર્યક્રમમાં અગ્રણી ઉદ્યોગપતિઓ ગુજરાતના તેમના અનુભવો અંગે વાતચીત કરશે

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજથી 2 દિવસ 2 દિવસ દિલ્હીના પ્રવાસે જશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે એટલે કે શુક્રવારે વાઈબ્રન્ટ સમિટ કર્ટેન રેઈઝર કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં નાણા અને ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈ, ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત, ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, કુટિર ખાદી અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા સહિત સચિવો હાજર રહેશે.

આ ઉપરાંત કર્ટેન રેઈઝર કાર્યક્રમમાં કેન્દ્ર અને ગુજરાતના મહાનુંભાવો, રાજદ્વારીઓ તથા ઉદ્યોગપતિઓ હાજર રહેશે. આ કાર્યક્રમ બે ભાગમાં યોજાશે. જેમાં પ્રથમ કર્ટેન રેઈઝર ઈન્ટરેક્ટિવ સેશન અને ત્યારબાદ મિશનના વડાં સાથે ઈન્ટરેક્શન થશે. આ દરમિયાન ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે હૈદર દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત સમિત અંગેનું પ્રેઝન્ટેશન આપવામાં આવશે.

આ કાર્યક્રમમાં અગ્રણી ઉદ્યોગપતિઓ ગુજરાતના તેમના અનુભવો અંગે વાતચીત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કાર્યક્રમમાં સંબોધન કરશે. સાથે જ ગુજરાત સરકારના મુખ્ય સચિવ રાજકુમાર પણ સંબોધન કરશે. રેઈઝર કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં ઉદ્યોગપતિઓ હાજર રહેશે . આ દરમિયાન કેન્દ્રીય વિદેશ મંત્રી એસ.જયશંકર પણ તેમની સાથે હાજર રહેશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button