વિશ્વ

આવતીકાલ રવિવારના રોજ બાપ્સ અક્ષરધામ મંદિરના ઉદઘાટન પ્રસંગે યુ.એસ કોંગ્રેસ દ્વારા વિશેષ જાહેરાત કરાશે

અમેરિકામાં અક્ષરધામ મંદિરના નિર્માણ અને મહત્વનું યોગદાન આપવા બદલ અમેરિકન સરકારે નિર્ણય લીધો

અમેરિકામાં અક્ષરધામ મંદિરના નિર્માણ અને મહત્વનું યોગદાન આપવા બદલ અમેરિકન સરકારે નિર્ણય લીધો .

આજે મહંતસ્વામી મહારાજના જન્મદિવસે ખાસ કાર્યક્રમ ગઈકાલે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો સ્મૃતિ દિવસ ઉજવાયો : અનેક સંતો – મહેમાનોએ પ્રમુખ સ્વામી સાથેના સંસ્મરણો યાદ કર્યા

અમેરિકાના ન્યુજર્સીના રોબિન્સવીલમાં આવેલ અક્ષરધામ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે નવ દિવસીય કાર્યક્રમ ચાલી રહ્યા છે. ત્યારે વિશ્વ સંવાદિતા દિવસ, કોમ્યુનિટી દિવસ,મહિલા દિવસ, સનાતન ધર્મ દિવસ, ફેઈથ દિવસ, સહિતની ઉજવણી કરવામાં આવી હતી.

30 સપ્ટેમ્બર અને 4 ઓકટોબરના રોજ મૂર્તિ પ્રતિષ્ઠા સમારોહ યોજાયો હતો. ત્યારે 6 ઓકટોબર શુક્રવારના રોજ જેઓએ આ અક્ષરધામ મંદિરના નિર્માણનો સંકલ્પ કર્યો હતો તેવી સંતવિભૂતિ ગુરુ હરી પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો સ્મૃતિ દિવસ ઉજવાયો હતો.

ગઈકાલે સાંજે સભાગૃહમાં સંતો – મહેમાનોએ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને વિશેષરૂપે યાદ કર્યા,શ્રદ્ધાંજલિ પાઠવી. આજે શનિવારે 7 ઓકટોબર એટલે હિન્દુ તિથિ પ્રમાણે પૂજ્ય મહંત સ્વામી મહારાજનો જન્મદિવસ છે તેથી ખાસ આયોજન કરાયું છે.

આજે સંયુક્ત રાષ્ટ્ર (યુનાઈટેડ નેશન) ના અલગ અલગ દેશના એમ્બેસેડર મંદિરે આવશે. અને આવતીકાલ 8 ઓકટોબર રવિવારના રોજ અક્ષરધામ મંદિરનું ઉદઘાટન થશે અને તમામ લોકો માટે ખુલ્લું મુકાશે. આવતીકાલે ભવ્ય કાર્યક્રમોની શ્રેણીનું આયોજન કરાયું છે અને આ સાથે 9 દિવસના કાર્યક્રમો પૂર્ણ થશે.

ત્યારે અમેરિકામાં ભવ્યાતિભવ્ય અક્ષરધામ મંદિરના નિર્માણ બદલ યુએસ કોંગ્રેસ દ્વારા અમેરિકામાં દર વર્ષે 8 ઓકટોબરના રોજ અક્ષરધામ દિવસ તરીકે ઉજવાય તે માટે વિશેષ જાહેરાત કરાશે. આ સનાતન ધર્મ અને ભારતીયો માટે ખૂબ ગૌરવની બાબત રહેશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button