બ્રેકીંગ ન્યુઝ

નવી દિલ્હીથી કામાખ્યા જઇ રહેલી નોર્થ ઇસ્ટ એક્સપ્રેસની અનેક બોગીઓ પાટા પરથી ઉતરી ગઇ છે. દુર્ઘટના બક્સર જંક્શથી ટ્રેન ઉપડ્યાના થોડા જ સમય બાદ રઘુનાથપુર પૂર્વી ગુમટી પાસે બની

ટ્રેનની કેટલી બોગી ઘડી કેટલા લોકો ઘાયલ તે અંગે કોઇ અધિકારીક માહિતી નહી

નવી દિલ્હીથી કામાખ્યા જઇ રહેલી નોર્થ ઇસ્ટ એક્સપ્રેસની અનેક બોગીઓ પાટા પરથી ઉતરી ગઇ છે. દુર્ઘટના બક્સર જંક્શથી ટ્રેન ઉપડ્યાના થોડા જ સમય બાદ રઘુનાથપુર પૂર્વી ગુમટી પાસે બની હતી. રાત્રે 9-10 વાગ્યાની આસપાસ આ દુર્ઘટના બની હતી.

નવી દિલ્હીથી કામાખ્યા જઇ રહેલી નોર્થ એક્સપ્રેસ બુધવારે રાત્રે બિહારમાં દુર્ઘટનાગ્રસ્ત થઇ ગઇ ઙતી. દુર્ઘટના બક્સર જંક્શનથી ટ્રેન ખોલવાના થોડા જ સમય બાદ રઘુનાથપુર પૂર્વી ગુમટી પાસે બની હતી. અત્યાર સુધી માહિતી અનુસાર ટ્રેનની બે-ત્રણ બોગીઓ પાટા પરથી ઉતરી ગયા છે. જો કે ટ્રેન વધારે સ્પીડમાં નહોતી. પૂર્વ મધ્ય રેલવેના અધિકારીઓ હાલ ઘાયલો અંગે કોઇ માહિતી આપી નથી

ટ્રેનની કેટલી બોગીઓ પાટા પરથી ઉતરી તે અંગે પણ હજી સુધી કોઇ અધિકારીક નિવેદન સામે આવ્યું નથી. ઘટના સ્થળ શહેરી ક્ષેત્રથી ઘણુ દુર છે. દાનપુર મંડળના રઘુનાથપુર સ્ટેશનની નજીક આજે 21.35 વાગ્યે આનંદ વિહાર ટર્મિનલથી ઉપડેલી કામાખ્યા જનારી ગાડી 12506 નોર્થ ઇસ્ટ એક્સપ્રેસના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. ઘટના સ્થળ પર હાલ તો સ્થાનિક લોકો દ્વારા રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. સામાન્ય લોકો દ્વારા શક્ય તેટલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો
PNBE – 9771449971
DNR – 8905697493
ARA – 8306182542
COML CNL – 7759070004

News Click 24

Poll not found

Related Articles

Back to top button