ભારત

22મી જાન્યુઆરીએ રામમંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થશે

સદીઓના ઈંતઝાર બાદ અયોધ્યામાં રામમંદિરનું સપનુ થશે સાકાર

જેની સદીઓથી વાટ જોવાતી હતી તે તારીખ નજીક આવી રહી છે. અયોધ્યાના ભવ્ય રામમંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ અને શુભ મુર્હુત નકકી થવાની સાથે પુરા અનુષ્ઠાનનો કાર્યક્રમ બહાર આવ્યો છે. 22 જાન્યુઆરી 2024 એ મૃગશિરા નક્ષત્રમાં બપોરે પ્રાણ પ્રતિષ્ઠા અને વહેલી આરતી થશે.

ગર્ભગૃહમાં રામલલાની એક નહીં, બલકે બે મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા થશે. તેમાં એક અચલ મૂર્તિ ગર્ભગૃહમાં રહેશે, બીજી ચલ અર્થાત ઉત્સવમૂર્તિ હશે. તેના ભકતોને ખાસ પ્રસંગે દર્શન થશે. પ્રાણ પ્રતિષ્ઠાનું અનુષ્ઠાન યજમાન વડાપ્રધાન મોદીના હસ્તે થશે.

રામમંદિર ટ્રસ્ટે પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાનમાં આચાર્યત્વની ભૂમિકાની જવાબદારી કાશીના વિદ્વાન પંડિત લક્ષ્મીકાંત દીક્ષિતને સોંપવામાં આવી છે. તેમના માર્ગદર્શનમાં દેશભરથી આવેલા બ્રાહ્મણો કર્મકાંડ કરશે.

પંડિત દીક્ષિતે જણાવ્યું હતું કે, પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાન 16 જાન્યુઆરીથી શરૂ થશે. પુર્ણાહુતિ 22 જાન્યુઆરી 2022ના થશે. 22મીએ બપોરે 11.30થી બપોરે 12.30 વચ્ચે વડાપ્રધાનની હાજરીમાં મુખ્ય પુજા થશે. પહેલી મહાઆરતી બાદ રામલલાના દર્શન ભકતોને થશે.  22મીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ 26મી જાન્યુઆરીથી લોકો રામલલાના દર્શન કરી શકશે. મંદિર ટ્રસ્ટે વિભિન્ન રાજયોના શ્રદ્ધાળુઓ માટે રામલલાના દર્શનનો કાર્યક્રમ તૈયાર કર્યો છતાં આ કાર્યક્રમ 22 ફેબ્રુઆરી 2024 સુધી ચાલશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button