ગુજરાત

નવરાત્રિમાં ખેલૈયાઓની મજા બગાડી શકે છે વરસાદ

આજથી બે દિવસ રાજ્યમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

આજથી બે દિવસ રાજ્યમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. વરસાદ નવરાત્રિની મજા બગાડી શકે છે. વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના લીધે ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસમાં વરસાદ વરસી શકે છે. ખેલૈયાઓના રંગમાં મેઘરાજા ભંગ પાડી શકે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે આજે અમદાવાદ સહિત અરવલ્લી, મહીસાગર અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદ વરસી શકે છે. તો આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ હળવો વરસાદ વરસી શકે છે. જો કે રાજ્યમાં બે દિવસ બાદના ચાર દિવસ વરસાદની કોઈ સંભાવના નથી. અમદાવાદમાં આજે સાંજે છ વાગ્યાથી રાતના 11 વાગ્યા દરમિયાન વાતાવરણમાં પલટો આવશે. તો કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પણ વરસી શકે છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button