ગાંધીધામમાંથી બિનવારસી મળી આવ્યું 800 કરોડનું કૉકેઇન ડ્રગ્સ, પોલીસે ત્રણને કર્યા રાઉન્ડઅપ
રાજ્યમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાવાનો સીલસીલો યથાવત છે. આજે ફરી કચ્છ વિસ્તારમાંથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. કચ્છના ગાંધીધામ નજીકથી ડ્રગ્સ ઝડપાયું છે.

ફરી એકવાર કચ્છ જિલ્લામાંથી મોટી માત્રમાં ડ્રગ્સનો જથ્થો મળી આવતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ છે. કચ્છના ગાંધીધામમાંથી 800 કરોડનું કૉકેઇન ડ્રગ્સ બિનવારસી હાલતમાં મળી આવ્યુ છે, આ પછી પોલીસે ત્રણ શખ્સોને રાઉન્ડ અપ કર્યા છે અને તેમની પુછપરછ કરવામાં આવી રહી છે.
માહિતી પ્રમાણે, કચ્છના ગાંધીધામમાં એટીએસ પોલીસે 800 કરોડનું કૉકેઇન ડ્રગ્સ પકડ્યુ છે, આ કૉકેઇન ડ્રગ્સ ગાંધીધામના મીઠી રોહર નજીકથી મળી આવ્યુ હતુ, આમાં લગભગ 800 કરોડ કૉકેઇન ડ્રગ્સ જથ્થો બિનવારસી હાલતમાં પડ્યો હતો, આ પછી ગુજરાત એટીએસ પોલીસે ગાંધીધામના જ ત્રણ શંકાસ્પદ શખ્સોને રાઉન્ડ અપ કરી લીધા હતા, હાલમાં એટીએસની ટીમ વધુ માહિતી મેળવવા માટે આ ત્રણેયની પુછપરછ કરી રહી છે. ખાસ વાત છે કે, 15 દિવસ પહેલા પણ ગાંધીધામના મીઠી રોહર નજીક ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો, આ પછી સમગ્ર કચ્છની સાથે ગુજરાતમાં પણ હડકંપ મચી ગયો હતો.
રાજ્યમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાવાનો સીલસીલો યથાવત છે. આજે ફરી કચ્છ વિસ્તારમાંથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. કચ્છના ગાંધીધામ નજીકથી ડ્રગ્સ ઝડપાયું છે. મીઠી રોહર નજીક ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવતા ચકચાર મચી છે. કરોડો રૂપિયાનો બિનવારસુ ડ્રગ્સનો જથ્થો પોલીસે કબ્જે કર્યો છે.
પુર્વ કચ્છ પોલીસની સંયુક્ત કામગીરીથી ડ્રગ્સ પકડાયું છે. પ્રાથમિક તપાસમાં 80 KG જેટલા જથ્થાની કિંમત 800 કરોડની આસપાસ હોવાની વાત સામે આવી છે. FSLની મદદથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ડ્રગ્સ ઉતારવાની બાતમી આધારે પોલીસે ઓપરેશન હાથ ધર્યું હતું. અત્યારે બિનવારસી જથ્થો કબ્જે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે કચ્છમાંથી ડ્રગ્સ ઝડપાયું હોય. આ પહેલા પણ કચ્છમાંથી ડ્રગ્સ મળતું રહ્યું છે. જોકે, પોલીસની સતર્કતાથી અનેક વખત મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ઘણી વખત દરિયા કિનારે આવા માદક પદાર્થોના પેકેટ પોલીસને પેટ્રોલીંગ દરમિયાન મળી આવે છે.