શેરબજારમાં તેજીનો ચમકારો: સેન્સેકસ 200 પોઈન્ટ ઉંચકાયો
શેરબજારમાં આજે નેસલે, એનટીપીસી, પાવરગ્રીડ, રીલાયન્સ, ટેક મહીન્દ્ર, બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલ, એચડીએફસી બેંક, ઈન્ફોસીસ, કોટક બેંક, મારૂતી, ભારત પેટ્રોલીયમ જેવા શેરો ઉંચકાયા હતા. જયારે ટાટા મોટર્સ, ટીસીએસ, એશિયન પેઈન્ટસ, ઈન્ડુસઈન્ડ બેંક તથા લાર્સન જેવા શેરોમાં ઘટાડો હતો.

મુંબઈ શેરબજારમાં આજે તેજીનો કરંટ હતો. હેવીવેઈટથી માંડીને રોકડાના શેરોમાં પસંદગીના ધોરણે લેવાલીથી સેન્સેકસ 200 પોઈન્ટ ઉંચકાયો હતો. શેરબજારમાં આજે માનસ તેજીનું બન્યુ હતું. ઈઝરાયેલ-હમાસ યુદ્ધનું ફેકટર ડિસ્કાઉન્ટ થઈ ગયુ હોય તેમ વિશ્વબજારોના પોઝીટીવ ટ્રેન્ડનો પડઘો પડયો હતો. ભારતીય અર્થતંત્રની વિકાસ રફતાર ચાલુ જ રહેવાના આશાવાદની સારી અસર હતી. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે યુદ્ધમાં હાકલા-પડકારા તથા ભૌગોલિક ટેન્શન જેવા ઘટનાક્રમોથી સાવચેતી છે. બાકી માનસ પોઝીટીવ જ હોવાનો ઘાટ છે.
શેરબજારમાં આજે નેસલે, એનટીપીસી, પાવરગ્રીડ, રીલાયન્સ, ટેક મહીન્દ્ર, બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલ, એચડીએફસી બેંક, ઈન્ફોસીસ, કોટક બેંક, મારૂતી, ભારત પેટ્રોલીયમ જેવા શેરો ઉંચકાયા હતા. જયારે ટાટા મોટર્સ, ટીસીએસ, એશિયન પેઈન્ટસ, ઈન્ડુસઈન્ડ બેંક તથા લાર્સન જેવા શેરોમાં ઘટાડો હતો.
મુંબઈ શેરબજારનો સેન્સેકસ 200 પોઈન્ટના ઉછાળાથી 66364 સાંપડયો હતો તે ઉંચામાં 66559 તથા નીચામાં 66309 હતો. નિફટી 66 પોઈન્ટ વધીને 19797 હતો તે ઉંચામાં 19849 તથા નીચામાં 19775 હતો.