આલિયા,કૃતિ, પંકજ ત્રિપાઠીને નેશનલ એવોર્ડ
69 મા નેશનલ ફિલ્મ એવોર્ડની જાહેરાત બાદ 17 ઓક્ટોબરે દિલ્હીમાં તમામ વિનર્સને આ એવોર્ડ આપવામાં આવ્યા. આ કાર્યક્રમ માટે આલિયા ભટ્ટ, પંકજ ત્રિપાઠી અને કૃતિ સેનન કેપિટલ સિટી પહોંચ્યા. ત્રણેય સ્ટાર્સને તેમની એક્ટિંગ માટે આ નેશનલ એવોર્ડથી નવાજવામાં આવ્યા.

69 મા નેશનલ ફિલ્મ એવોર્ડની જાહેરાત બાદ 17 ઓક્ટોબરે દિલ્હીમાં તમામ વિનર્સને આ એવોર્ડ આપવામાં આવ્યા. આ કાર્યક્રમ માટે આલિયા ભટ્ટ, પંકજ ત્રિપાઠી અને કૃતિ સેનન કેપિટલ સિટી પહોંચ્યા. ત્રણેય સ્ટાર્સને તેમની એક્ટિંગ માટે આ નેશનલ એવોર્ડથી નવાજવામાં આવ્યા. બીજી તરફ અલ્લુ અર્જૂન પહેલા એવા સાઉથ એક્ટર રહ્યા જેને નેશનલ એવોર્ડ મળ્યો. નેશનલ 69 મા નેશનલ ફિલ્મ એવોર્ડની જાહેરાત બાદ 17 ઓક્ટોબરે દિલ્હીમાં તમામ વિનર્સને આ એવોર્ડ આપવામાં આવ્યા. આ કાર્યક્રમ માટે આલિયા ભટ્ટ, પંકજ ત્રિપાઠી અને કૃતિ સેનન કેપિટલ સિટી પહોંચ્યા. ત્રણેય સ્ટાર્સને તેમની એક્ટિંગ માટે આ નેશનલ એવોર્ડથી નવાજવામાં આવ્યા. બીજી તરફ અલ્લુ અર્જૂન પહેલા એવા સાઉથ એક્ટર રહ્યા જેને નેશનલ એવોર્ડ મળ્યો.
નેશનલ એવોર્ડ દરમિયાન અનેક દિગ્ગજ સિતારાઓ ત્યાં હાજર રહ્યા હતા. સાથે જ અલ્લુ અર્જૂન પણ આ સેરેમનીનો હિસ્સો બન્યા હતા.આ પ્રસંગે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની દિગ્ગજ અભિનેત્રી વહીદા રહેમાનને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. ફિલ્મ જગતમાં પોતાના યોગદાન માટે તેમને દેશના સૌથી મોટા એવોર્ડથી નવાજવામાં આવ્યા. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ તેમનું શાલ ઓઢાડી સાથે એવોર્ડ આપ્યો. આ પ્રસંગે વિજ્ઞાન ભવનમાં બેઠેલા તમામ દિગ્ગજોએ ઉભા થઇને તાળીઓથી વાહીદા રહેમાનનું સ્વાગત કર્યું. સમગ્ર હોલ તાળીઓના ગડગડાટથી ગુંઝી ઉઠ્યો હતો.
આલિયા ભટ્ટને 2022 માં આવેલી ગંગુબાઇ કાઠીયાવાડી માટે બેસ્ટ અભિનેત્રીનો નેશનલ એવોર્ડ અપાયો હતો. ફિલ્મ એક સત્ય કથા પર આધારિત છે. જ્યાં આલિયાએ ગંગુબાઇ હરજીવનદાસનું પાત્ર નિભાવ્યું હતું જે મજબુરીમાં દેહવ્યાપારનો શિકાર બની છે. આ ફિલ્મને વિદેશમાં પણ ખુબ જ પસંદ કરવામાં આવી હતી. ફિલ્મ બોક્સ ઓફીસ પર પણ સુપરહીટ રહી હતી. ફિલ્મના ગીતો પણ ઘણા લોકપ્રિય થયા હતા.
ઇવેન્ટમાં આલિયા પતિ રણબીર કપુર સાથે પહોંચી હતી. આ પ્રસંગે આલિયાએ પોતાના લગ્નમાં પહેરેલી જ સાડી પહેરી હતી. આ લુકમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી. નેશનલ એવોર્ડ સેરેમનીમાં વહીદા રહેમાન પણ હાજર હતા. જેમને દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.
કૃતિ સેનને વર્ષ 2021 માં રિલીઝ થયેલી ફિલ્મ મિમી માટે બેસ્ટ એક્ટ્રેસનું સન્માન આપવામાં આવ્યું. અભિનેત્રીના સુંદર અભિનયના કારણે આલિયા કે કૃતીમાંથી એકને પસંદ કરવી જ્યુરી મેમ્બર્સ માટે ખુબ જ મુશ્કેલ હતું. આ ફિલ્મમાં કૃતિ સેનને એક સરોગેટ મધરનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મમાં માં-પુત્રીની ખુબ જ ઇમોશન કંસેપ્ટ પર બનેલી છે. આ ઇવેન્ટ માટે કૃતીએ બ્લૂ-વ્હાઇટ રંગની મલ્ટીકલર સાડીની પસંદગી કરી છે. મિમી ફિલ્મ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટર તરીકેની પસંદગી થઇ હતી. ઇવેન્ટમાં પહોંચેલા પંકજે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, આ મારો બીજો નેશનલ એવોર્ડ છું. હું હાલ ભાવ શૂન્ય છું. મે માત્ર ઇમાનદારીથી મહેનત કરી છે. બાકી બધુ થતું રહ્યું છે. મારુ અડધુ જીવન ગામમાં પસાર થયું, અડધું અર્બનમાં પસાર થયું. જેથી મને કોઇ પણ પાત્ર સાથે રિલેટ થવામાં ખુબ જ મદદ મળે છે.
બેસ્ટ એક્ટર નેશનલ એવોર્ડ સાઉથના મોસ્ટ પોપ્યુલર એક્ટર અલ્લૂ અર્જૂનને મળ્યો છે. તેમણે ફિલ્મ પુષ્પા માટે આ સન્માનથી નવાજમાં આવ્યા હતા. સાઉથ સિનેમાના પહેલા એક્ટર છે જેમને નેશનલ બેસ્ટ એક્ટરનો ખિતાબ મળ્યો હોય. કરણ જોહરની શેરશાહ ફિલ્મ માટે એવોર્ડ અપાયો. આ ફિલ્મને સ્પેશિયલ જ્યુરીએ એવોર્ડ અપાયો. આ સાથે સિંગર શ્રેયા ઘોષાલને પાંચમી વખત રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. જ્યારે પલ્લવી જોશીને કાશ્મીર ફાઇલ્સ માટે બેસ્ટ સપોર્ટિંગ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો.



