ગુજરાત

Vedanta ગ્રુપ દ્વારા ગુજરાતમાં સેમીકંડક્ટર ચિપ પ્લાંટ લગાવવાની પોતાની યોજના પર અડગ છે. આ અંગે તેની જાપાની ટેક કંપનીઓ સાથે ભાગીદારી અંગે પણ વાતચીત ચાલી રહી છે

વેદાંતાની સેમીકંડક્ટર, ડિસપ્લે એકમના વૈશ્વિક પ્રબંધ નિર્દેશક આકર્ષના હેબ્બરે કહ્યું કે, આ ગુજરાતમાં ઇલેક્ટ્રોનિક્સ અને મેન્યુફેક્ચરિંગ પ્લાંટમાં રોકાણ કરવા ઇચ્છુક કંપનીઓ માટે 80 અબજ ડોલરની એક મોટી તક

ગ્રુપ દ્વારા ગુજરાતમાં સેમીકંડક્ટર ચિપ પ્લાંટ લગાવવાની પોતાની યોજના પર અડગ છે. આ અંગે તેની જાપાની ટેક કંપનીઓ સાથે ભાગીદારી અંગે પણ વાતચીત ચાલી રહી છે. વેદાંતાની સેમીકંડક્ટર, ડિસપ્લે એકમના વૈશ્વિક પ્રબંધ નિર્દેશક આકર્ષના હેબ્બરે કહ્યું કે, આ ગુજરાતમાં ઇલેક્ટ્રોનિક્સ અને મેન્યુફેક્ચરિંગ પ્લાંટમાં રોકાણ કરવા ઇચ્છુક કંપનીઓ માટે 80 અબજ ડોલરની એક મોટી તક છે. હેબ્બર આવતા વર્ષે જાન્યુઆરીમાં પ્રસ્તાવિત વાઇબ્રેંટ ગુજરાત રોકાણ સમ્મેલન અંગે જાપાનમાં આયોજીત એક રોડ શોમાં ભાગ લઇ રહ્યા હતા. વેદાંતાએ કહ્યું કે, હેબ્બરે ગુજરાતના ધોલેરામાં સેમીકંડક્ટર અને ડિસપ્લે પ્લાન્ટ લગાવવાની મહત્વકાંક્ષી યોજનાનો ઉલ્લેખ કર્યો અને જાપાની કંપનીઓને ભારતને પહેલો ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સેન્ટર બનાવવામાં વેદાંતા સાથે મળીને કામ કરવા માટે આમંત્રિત કર્યા. આ દરમિયાન હેબ્બરે કહ્યું કે, આ મેન્યુફેક્ચરિંગ સેન્ટરમાં સેંકડો નાની અને મધ્યમ કંપનીઓને આકર્ષિત કરવાની ક્ષમતા છે અને અહીં એક લાખથી વધારે રોજગારના અવસર પેદા થઇ શકે છે.

હેબ્બરે કહ્યું કે, આ આ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સેન્ટરમાં આવીને રોકાણ કરવાને અહીં કંપનીઓ માટે 80 અબજ ડોલરની તક છે. વેદાંતા ભારતમાં રોકાણની ઇચ્છુક જાપાની કંપનીઓ માટે સુત્રધારનું કામ કરશે. વેદાંતાએ ગુજરાતમાં 19.5 અબજ ડોલરના ભારે રોકાણ પ્રસ્તાવની યોજના ગત્ત વર્ષે જાહેરાત કરી હતી. જેના માટે તેણે તાઇવાની સેમીકંડક્ટર મેન્યુફેક્ચરિંગ ફોક્સકોનની સાથે ભાગીદારીમાં એક જોઇન્ટ વેંચર પણ સ્થાપિત કરવામાં આવ્યું હતું. જો કે ફોક્સકોને આ વર્ષે પોતે આ વેંચરથી અલગ કરવાની જાહેરાત કરી દીધી. ત્યાર બાદ પણ વેદાંતાએ પોતાની સેમીકંડક્ટર મેન્યુફેક્ચરિંગ યોજના આગળ વધારવા અને નવા ભાગીદાર શોધવાની વાત કહી હતી. જો કે હજી સુધી વેદાંતા નવા ભાગીદારોને શોધી શકી નથી.

News Click 24

Poll not found

Related Articles

Back to top button