ઈકોનોમી

ઇઝરાયેલ-પેલેસ્ટાઇન યુધ્ધને ડીસ્કાઉન્ટ કરી રહેલ શેરબજારમાં આજે તેનો ગભરાટ સર્જાયો હોય તેમ આક્રમણકારી વેચવાલીથી સેન્સેક્સમાં 500 પોઇન્ટનો કડાકો સર્જાતો હતો.

મુંબઇ શેરબજારનો સેન્સીટીવ ઇન્ડેક્સ 500 પોઇન્ટના ગાબડાથી 65925 હતો તે ઉંચામાં 63475 તથા નીચામાં 65909 હતો. નિફટી 125 પોઇન્ટના ઘટાડાથી 19685 હતો તે ઉંચામાં 19840 તથા નીચામાં 19673 હતો.

ઇઝરાયેલ-પેલેસ્ટાઇન યુધ્ધને ડીસ્કાઉન્ટ કરી રહેલ શેરબજારમાં આજે તેનો ગભરાટ સર્જાયો હોય તેમ આક્રમણકારી વેચવાલીથી સેન્સેક્સમાં 500 પોઇન્ટનો કડાકો સર્જાતો હતો. શેરબજારમાં આજે શરુઆત સાવચેતીના ટોને થયા બાદ ગાઝાપટ્ટીની હોસ્પીટલમાં રોકેટ હુમલામાં 500 લોેકોના મોત નિપજ્યાનું જાહેર થતાં ગભરાટ સર્જાયો હતો. આ ઘટના બાદ મુસ્લીમ રાષ્ટ્રોની તાકિદની બેઠક, બાઇડેનની ઇઝરાયેલ મુલાકાત, જોર્ડન પ્રવાસ પડતો મુકાયા જેવા કારણોથી પ્રત્યાઘાતો વધુ તીવ્ર બન્યા હતા.

વિદેશી નાણાં સંસ્થાઓની લેવાલી જેવા કારણોની કોઇ અસર નહતી. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે અર્થતંત્રના પ્રોત્સાહક આંકડા, કંપનીઓના સારા પરિણામો જેવા પોઝીટીવ કારણો હોવા છતાં યુધ્ધના ગભરાટે માર્કેટને રેડક્રોસમાં ધકેલી દીધું હતું. ટુંકાગાળામાં હજાુ તેની જ અસર રહેવાનું મનાય છે.

શેરબજારમાં આજે એચડીએફસી બેન્ક, હિન્દ લીવર, આઇસીઆઇસીઆઇ બેંક, કોટક બેન્ક, નેસલે, રીલાયન્સ, સ્ટેટ બેંક, ટીસીએસ, ટાઇટન, એક્સીસ બેન્ક, બજાજ ફાઇનાન્સ જેવા શેરોમાં ઘટાડો હતો. ઇન્ફોસીસ, મારુતી, ટાટા મોટર્સ, સીપ્લા, ડો. રેડ્ડી, સન ફાર્મા જેવા શેરો મજબૂત હતાં.

મુંબઇ શેરબજારનો સેન્સીટીવ ઇન્ડેક્સ 500 પોઇન્ટના ગાબડાથી 65925 હતો તે ઉંચામાં 63475 તથા નીચામાં 65909 હતો. નિફટી 125 પોઇન્ટના ઘટાડાથી 19685 હતો તે ઉંચામાં 19840 તથા નીચામાં 19673 હતો.

News Click 24

Poll not found

Related Articles

Back to top button