રમત ગમત

ભારતે બાગ્લાદેશ સામે શાનદાર જીત મેળવી છે. 257 રનનો ટાર્ગેટ ભારતે 41.3 ઓવરમાં પુરો કરી લીધો હતો.

ભારતીય બોલરો બાદ બેટ્સમેનોએ પોતાની તાકાત બતાવી હતી. ટીમ ઈન્ડિયાને 257 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારતે 41.3 ઓવરમાં 3 વિકેટે 261 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

ભારતે બાગ્લાદેશ સામે શાનદાર જીત મેળવી છે. 257 રનનો ટાર્ગેટ ભારતે 41.3 ઓવરમાં પુરો કરી લીધો હતો. વિરાટ કોહલીએ સિક્સર ફટકારીને પોતાની સદી પુરી કરી હતી સાથે સાથે ભારતને જીત પણ અપાવી હતી. વિરાટ કોહલીએ ODI ક્રિકેટમાં પોતાની 48મી સદી ફટકારી હતી. ભારતે 257 રનનો ટાર્ગેટ 41.3 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. વર્લ્ડ કપમાં ભારતનો આ સતત ચોથો વિજય છે. ભારત માટે હવે સેમિફાઇનલનો રસ્તો ખૂબ જ સરળ બની ગયો છે.

વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની જીતનો સિલસિલો યથાવત છે. ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન બાદ હવે ભારતીય ટીમે બાંગ્લાદેશને હરાવ્યું છે. આ રીતે ટીમ ઈન્ડિયાએ સતત ચોથી જીત નોંધાવી છે. આ સાથે જ બાંગ્લાદેશને હરાવીને ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. હવે ભારતના 4 મેચમાં 8 પોઈન્ટ છે. જો કે, ન્યુઝીલેન્ડના પણ 4 મેચમાં 8 પોઈન્ટ છે.

ભારતીય બોલરો બાદ બેટ્સમેનોએ પોતાની તાકાત બતાવી હતી. ટીમ ઈન્ડિયાને 257 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારતે 41.3 ઓવરમાં 3 વિકેટે 261 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ભારત માટે ઓપનર રોહિત શર્મા અને શુભમન ગિલે પ્રથમ વિકેટ માટે 88 રન જોડ્યા હતા. રોહિત શર્મા 40 બોલમાં 48 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. શુભમન ગીલે પચાસ રનનો આંકડો પાર કર્યો. શુભમન ગિલ 55 બોલમાં 53 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી વિરાટ કોહલીએ બાકીનું કામ પૂરું કર્યું. વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી હતી. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન 97 બોલમાં 103 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યા હતા. જોકે, શ્રેયસ અય્યર માત્ર 19 રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ વિરાટ કોહલીએ બાંગ્લાદેશી બોલરોને કોઈ તક આપી ન હતી. આ સિવાય કેએલ રાહુલ 34 બોલમાં 34 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો.

બાંગ્લાદેશે ભારત સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ખેલાડીઓ ફિલ્ડિંગ માટે પહેલા મેદાનમાં ઉતરી હતી. શાકિબ અલ હસન આ મેચમાં નથી રમી રહ્યો. તેની ગેરહાજરીમાં નઝમુલ હસન શાંતો બાંગ્લાદેશની કેપ્ટનશીપ કરી હતી.

News Click 24

Poll not found

Related Articles

Back to top button