તૃણમુલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાના સંસદમાં પુછવાના બદલે લાંચ લેવાના ભાજપના આરોપો મામલે તેની મુશ્કેલીઓ વધી શકે છે
હીરાનંદાની ગ્રુપે ADANI પર સવાલ ઉઠાવવા પૈસા આપ્યા હતા

તૃણમુલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાના સંસદમાં પુછવાના બદલે લાંચ લેવાના ભાજપના આરોપો મામલે તેની મુશ્કેલીઓ વધી શકે છે. તૃણમુલ કોંગ્રેસ (TMC) ના સાંસદ મહુઆ મોઇત્રાના સંસદમાં પુછવાના બદલે લાંચ લેવાના ભાજપ સાંસદ નિશિકાંત દુબેના આરોપો મામલે ગુરૂવારે નવો વળાંક આવ્યો છે. ઉદ્યોગપતિ દર્શન હીરાનંદાનીએ દાવો કર્યો છે કે, મહુઆ મોઇત્રાએ અદાણી ગ્રુપના મામલે ગૌતમ અદાણીને નિશાન એટલા માટે બનાવ્યા જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબી ખરાબ કરી શકે. સમાચાર એજન્સી પીટીઆઇએ આ માહિતી આપી છે.આરોપ છે કે, રિયલ એસ્ટેટના ક્ષેત્રમાં કામ કરનારા હીરાનંદાની ગ્રુપે અદાણી ગ્રુપ અંગે સંસદમાં સવાલ ઉઠાવવા માટે ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાને કથિત રીતે પૈસા આપ્યા હતા. સમાચાર એજન્સી પીટીઆઇના અનુસાર હીરાનંદાની સમુહના સીઇઓ દર્શન હીરાનંદાનીએ કહ્યું કે, મોઇત્રાએ એવું એટલા માટે કર્યું કારણ કે પીએમ મોદીની બેદાગ છબીએ વિપક્ષને તેમના પર હુમલો કરવાની કોઇ પણ તક મળી નથી.
હલફનામામાં હીરાનંદાનીએ સ્વીકાર કર્યો કે, સરકારની માલિકીવાળી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની કંપનીના એલએનજી ટર્મિનલના બદલે ઓડિશામાં ઘામરા એલએનજી આયાત સુવિધા કેન્દ્રને પસંદ કર્યા બાદ તેમણે અદાણી પર નિશાન સાધતા સવાલ પુછવા માટે મોઇત્રાના સંસદીય લોગિનનો ઉપયોગ કર્યો હતો. તેણે દાવો કર્યો કે મોઇત્રાએ મોંઘી લક્ઝુરિયસ આઇટમ, દિલ્હીમાં તેમના બંગલાની સાર સંભાળ, યાત્રા ખર્ચ, રજા ઉપરાંત દેશ અને દુનિયામાં અલગ અલગ સ્થળો પર તેમની યાત્રાઓ માટે મદદ માટે સતત માંગ કરી.
હીરાનંદાનીએ કહ્યું કે, વર્ષ 2017 માં બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટમાં મહુઆ મોઇત્રા સાથે મુલાકાત બાદ તેઓ ગત્ત થોડા વર્ષોમાં તેમની નજીકના મિત્ર બની ગયા. હીરાનંદાનીએ કહ્યું કે, તેના કારણે તેમને વિપક્ષી દળો શાસિત રાજ્યોમાં વેપારની તક મળવાની આશા છે. હીરાનંદાનીએ આ દાવા બાદ નિશિકાંત દુબેએ કહ્યું કે, દેશની સુરક્ષા અને સંસદની ગરિમા માટે સર્વોપરિ છે. સત્યમેવ જયતે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મંગળવારે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ ટીએમસીની સાંસદ મહુઆ મોઇત્રા વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદની તપાસ મામલે લોકસભાની આચાર સમિતી પાસે મોકલી દીધા હતા. ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ રવિવારે ઓમ બિરલાને પત્ર લખીને મહુઆ મોઇત્રા પર સંસદમાં સવાલ પુછવા માટે ઉદ્યોગપતિ હીરાનંદાની સાથે લાંચ લેવાનો આરોપ લગાવ્યો હતો. આ આરોપને ટીએમસી નેતા મહુઆએ આધારહીન ગણાવ્યો હતો. સાથે જ ઓમ બિરલાને અપીલ કરી છે કે, તેમની વિરુદ્ધ લાગેલા આરોપોની તપાસ માટે કમિટીની રચના કરી.



