વિશ્વ
ભારતની દરિયાદિલી યુદ્ધમાં અસરગ્રસ્ત ફિલીસ્તીનીઓ માટે મોકલી રાહત સામગ્રી
યુદ્ધના રણમાં ખીલ્યું માનવતાનું ફુલ : તરલ પદાર્થ, દર્દ નિવારક દવાઓ, ટેન્ટ, સ્લીપીંગ બેગ, તાલપત્રી સહિતની સામગ્રી મોકલાઈ

ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધથી અને ફિલીસ્તીનીઓ બેહાલ બન્યા છે. યુદ્ધની અમાનવીય ઘટનાને સમાંતર માનવતા પહોંચી ઉઠવાની ઘટના પણ બની છે. આ મામલે ભારતે દરિયાદિલી દાખવીને અસરગ્રસ્ત ફિલીસ્તીનીઓના લાભાર્થે રવિવારે 38 ટન રાહત સામગ્રી ફિલીસ્તીન મોકલી છે.
ભારત દ્વારા મોકલાયેલી માનવીય સહાયતામાં તરલ પદાર્થ અને દર્દ નિવારક દવાઓનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ટેન્ટ, સ્લીપીંગ બેગ, પાયાગત સ્વચ્છતા ઉપયોગીતા વગેરેનો સમાવેશ થાય છે. સોશિયલ મીડીયા એકસ પર વિદેશ મંત્રાલયના પ્રવકતા અરિંદમ બાગચીએ આ રાહત સામગ્રી લઈને એર ફોર્સનું વિમાન રવાના થયું છે. ઉલ્લેખનીય છે કે શનિવારે માનવીય સહાયતા લઈ જનારા ટ્રકોને ઈજીપ્તની સીમાના માધ્યમથી ગાઝા પટ્ટીમાં પ્રવેશની મંજુરી મળી હતી.
Poll not found