ભારતને અડીને આવેલા અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં એક સાથે બે ચક્રવાતી તોફાનો મંડરાઇ રહ્યા છે
પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા સહિતના રાજ્યો પર પડશે અસર

સોમવારે સાંજે હામૂન ઓડિશાથી લગભગ 230 કિલોમીટર દુર દક્ષિણ-પૂર્વ અને પશ્ચિમ બંગાળના દીધાથી 360 કિલોમીટર અને બાંગ્લાદેશના ખેપુપારાના દક્ષિણ-પશ્ચિમમાં કેન્દ્રીત થયું હતું. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર ચક્રવાત પશ્ચિમ બંગાળ અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ નોતરી શકે છે. તેના કારણે જાનમાલનું નુકસાન થાય તેવી પણ શક્યતા સેવવામાં આવી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે, Tej વાવાઝોડાનો ખતરો હજી સંપુર્ણ રીતે ટળ્યો નથી ત્યાં બંગાળની ખાડીમાં વધારે એક વાવાઝોડું સક્રિય થયું છે જેનું નામ Hamoon રાખવામાં આવ્યું છે. ચક્રવાતી તોફાન હામૂનના કારણે પશ્ચિમ બંગાળ સહિતના વિસ્તારોમાં વરસાદ પણ પડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
ભારતને અડીને આવેલા અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં એક સાથે બે ચક્રવાતી તોફાનો મંડરાઇ રહ્યા છે. ભારતીય હવામાન વિભાગે આ વાવાઝોડાને ગંભીર પ્રકારે વર્ગીકૃત કર્યા છે અને તે અંગે ચેતવણી પણ જાહેર કરી છે. આ વાવાઝોડાને કારણે દક્ષિણ ભારતના રાજ્ય અને પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં વરસાદની ચેતવણી જાહેર કરાઇ છે.



