રાજયમાં 27% કેસ વધ્યા: લગ્ન બહારના સંબંધો પણ કારણોસર; મહિલાઓ ફરિયાદ કરવા પણ હવે આગળ આવશે
કોરોના કાળ ગયો પણ તેની અસર હજું યથાવત છે અને ખાસ કરીને તનાવ-આર્થિક ચિંતા અને પરિવારમાં વિખવાદ જેવી ઘટનાઓ વધી છે.

કોરોના કાળ ગયો પણ તેની અસર હજું યથાવત છે અને ખાસ કરીને તનાવ-આર્થિક ચિંતા અને પરિવારમાં વિખવાદ જેવી ઘટનાઓ વધી છે. જેના કારણે ગુજરાતમાં ઘરેલું હિંસામાં મદદ માટે લાઈફલાઈન જેવી બની ગયેલી ‘અભયમ’ હેલ્પલાઈનની કામગીરી પણ વધી છે. અમદાવાદમાં 29 વર્ષની એક મહિલાએ 181માં ફોન કરીને તેના પતિના વધતા જતા હિંસક વર્તનથી બચાવવા માટે કોલ કર્યો તો ‘અભયમ’ની ટીમ ત્યાં પહોંચી ગઈ. મહિલાએ તેની કહાની કીધી…
પતિ શેરબજારમાં લે-વેચનું કામ કરે છે અને હાલની સ્થિતિમાં તેણે નાણા ગુમાવ્યા પછી તેનો સ્વભાવ ખરાબ થયો. આર્થિક દબાણના કારણે ગુસ્સો પત્ની પર ઉતરવા લાગ્યો. પ્રારંભમાં સહન કર્યુ પણ પછી અસહ્ય બનતા અંતે અભયમની મદદ માંગી પણ ફકત આ એક જ કિસ્સો નથી.
અભયમ હેલ્પલાઈન આ પ્રકારે રોજના 276 કોલ મેળવે છે. સપ્ટેમ્બર સુધીમાંજ 74949 કોલ તેને મળ્યા હતા. કોવિડ કાળ બાદ આ સ્થિતિ સતત ખરાબ થઈ છે. અભયમના કોર્ડીમેનેટર ફાલ્ગુની પટેલ કહે છે કે, લોકડાઉનમાં ઘરેલું હિંસાનું પ્રમાણ વધી ગયું હતું. પતિ પુરા દિવસ ઘરમાં જ તેની એકબીજા પ્રત્યેની નારાજગી બહાર આવવા લાગી હતી પણ કોવિડ પછી પણ આ સ્થિતિ સતત વધી છે પછી તેમાં ઉમર-સામાજીક સ્ટેટસ કે પછી લગ્ન સંબંધી સમસ્યાઓજ નહી તમામ પ્રકારના કારણો તેમાં હોય છે.
2021માં આ પ્રકારની ફરિયાદો 20% વધી અને પછી તેમાં થોડો ઘટાડો થયો. ફરી 2023માં તે 17% જેટલા વધ્યા છે અને તે જ રીતે પોલીસ આવે પણ ઘરેલું હિંસાનો કેસ વધવા લાગ્યો છે. જો કે વુમન એકશન ગ્રુપના ઝરણા પાઠક કહે છે કે હવે પરિણામો ફરિયાદ માટે સામે આવી રહી છે.
ઉપરાંત વ્યક્તિગત-સામાજીક અને આર્થિક સહિતના દબાણ વધ્યા છે. લગ્ન બહારના સંબંધો પણ વધ્યા છે. કારણ કે પતિની શરાબ પીવાની ટેવ પણ તેનું માનસીક વલણ બદલાવે છે અને તેમાં અભયમ એ એક તાત્કાલીક મળતી સુવિધા છે છતાં પણ હજું અડધા જ સામે આવે છે.



