મહારાષ્ટ્રમાં ફરી મરાઠા આંદોલનની માંગ: બીડમાં ધારાસભ્યના ઘરને આગ ચાંપી
અનેક ક્ષેત્રોમાં દેખાવો: ચકકાજામની સ્થિતિ

મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત મુદે ફરી એક વખત હિંસક પ્રદર્શન શરૂ થયો છે અને હવે ધારાસભ્યો પર જોખમ સર્જાયુ છે. રાજયના બીડ જીલ્લામાં આંદોલનકારીઓએ એનસીપીના ધારાસભ્ય પ્રકાશ સોલકેના આવાસને આગ ચાંપી હતી. રાજયમાં મરાઠા અનામતને સુપ્રીમ કોર્ટે પણ ફગાવ્યા છે. તે સમયે હવે વિવિધ જીલ્લાઓ જયાં મરાઠાઓની મોટી વસતિ છે ત્યાં આંદોલન આગની જેમ ફેલાયુ છે.
બીડમાં એનસીપીના ધારાસભ્ય તથા નાયબ મુખ્યમંત્રી અજીત પવારના નજદીકના ગણાતા પ્રકાશ સોલકેના આવાસમાં ભીડ ઘુસી હતી અને અંદર વ્યાપક તોડફોડ કર્યા બાદ આવાસને આગ ચાંપી હતી. આ સમયે ધારાસભ્ય તથા તેનો પરિવાર ઘરની અંદર જ મોજૂદ હતો અને તેઓ સલામત બહાર નીકળી ગયો હતો. આગના કારણે તેમના આવાસને મોટું નુકશાન થયું છે. રાજયમાં ફરી મરાઠા અનામત આંદોલનથી આગ અહીના યુવા મરાઠા નેતા જરાંગ પાટીલે શરૂ કરી છે અને તેઓ ઉપવાસ કરી રહ્યા છે તેથી હવે આંદોલન વધુ તેજ બન્યું છે.