રમત ગમત

ભારતીય ક્રિકેટ ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વર્લ્ડ કપ 2023માંથી બહાર થઈ ગયો છે. તે ઈજાના કારણે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર હતો

પુણેમાં રમાયેલી મેચ દરમિયાન બોલિંગ કરતી વખતે હાર્દિકને ઈજા થઈ હતી. તેના ડાબા પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી

ભારતીય ક્રિકેટ ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વર્લ્ડ કપ 2023માંથી બહાર થઈ ગયો છે. તે ઈજાના કારણે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર હતો. પંડ્યાની જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પંડ્યાનું સેમિફાઇનલમાંથી બહાર થવું ભારત માટે મોટો ફટકો છે. તે એક અનુભવી ખેલાડી છે અને તેણે ઘણી મોટી મેચોમાં સારું પ્રદર્શન કર્યું છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પુણેમાં રમાયેલી મેચ દરમિયાન પંડ્યા ઈજાગ્રસ્ત થયો હતો.

પુણેમાં રમાયેલી મેચ દરમિયાન બોલિંગ કરતી વખતે હાર્દિકને ઈજા થઈ હતી. તેના ડાબા પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. આ કારણોસર હાર્દિક ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને શ્રીલંકા સામે રમ્યો ન હતો. તેના સ્થાને પ્રસિદ્ધ કૃષ્ણને ભારતીય ટીમમાં જગ્યા મળી છે. ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. તેણે 7 મેચ રમી છે અને તમામ જીતી છે. તેના 14 પોઈન્ટ છે. મહત્વની વાત એ છે કે ભારતીય ટીમ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. પરંતુ સેમિફાઇનલ પહેલા પંડ્યાનું બહાર થવું તેના માટે આંચકા સમાન છે. હાર્દિક એક અનુભવી ખેલાડી છે અને તેણે ICC ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કર્યું છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button