ધુમ્રપાન નથી કરતા છતાં દિલ્હીવાસીઓને 20 સિગારેટ પીવા જેટલુ નુકશાન પ્રદુષણથી થાય છે
બકેલે અર્થના બે વૈજ્ઞાનિકો રિચર્ડ મુલર અને તેની પુત્રી એલિઝાબેથ મુલેટ વર્ષ 2015માં વાયુ પ્રદુષણ (પીએમ 2.5)ના સ્વાસ્થ્ય પર અસરને સિગરેટ પીવાથી થનારા અસરની તુલના કરવાનું ફોર્મ્યુલા કાઢી હતી.

રાજધાની દિલ્હીમાં પ્રદુષણનું સ્તર હાલ ખૂબ જ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. હાલ દિલ્હીના કેટલાક વિસ્તારમાં શ્વાસ લેવાનો મતલબ 20થી વધુ સિગરેટ પીવાના બરાબર નુકસાનકારક છે.
બકેલે અર્થના બે વૈજ્ઞાનિકો રિચર્ડ મુલર અને તેની પુત્રી એલિઝાબેથ મુલેટ વર્ષ 2015માં વાયુ પ્રદુષણ (પીએમ 2.5)ના સ્વાસ્થ્ય પર અસરને સિગરેટ પીવાથી થનારા અસરની તુલના કરવાનું ફોર્મ્યુલા કાઢી હતી.
બન્ને વૈજ્ઞાનિકોના અનુસાર એક સિગરેટ એક દિવસ માટે 21.6 માઈકોગ્રામ દર ઘનમીટરના વાયુ પ્રદુષણને બરાબર હાનિકારક છે. પીએમ 2.5 આંકડાના સરેરાશ અને સિગરેટની સંખ્યા મેળવવા માટે તેને 21.6 માઈક્રોગ્રામ પ્રતિ ઘનમીટરથી ભાગવામાં આવે છે. આ હિસાબે દિલ્હીના અનેક વિસ્તારોમાં 450 માઈક્રોગ્રામ પ્રતિ ઘન મીટર વાયુ પ્રદુષણ દિવસમાં 21 સિગરેટ પીવા બરાબર છે.
શુક્રવારે ઓખલા ડાયટ અને નોલેજ પાર્ક (ગ્રેટર નોઈડા)માં હવા એટલી ખરાબ હતી કે અહીં આખો દિવસ હવામાં શ્વાસ લેવા 21 સિગરેટ પીવા બરાબર હતું.
એમ્સના મેડીસીન વિભાગના પ્રોફેસર નવલ વિક્રમે એક અભ્યાસના આધારે જણાવ્યું હતું કે મગજના એટેકમાં મરનારામાં 11 ટકા દર્દીઓ ધુમ્રપાન કરનારા હોય છે. જે લોકો 20 કે તેથી વધુ સિગરેટ અથવા બીડી રોજ પીએ છે તેમને મગજના એટેક આવવાની આશંકા અન્યની તુલનામાં વધુ હોય છે. યુનિવર્સિટી ઓફ લંડનના એક સંશોધન અનુસાર જો કોઈ 20ના બદલે એક સિગરેટ પીએ છીએ તો હાર્ટએટેકનો ખતરો છે.



