ભારત

ચિંતાજનક તહેવારો પહેલા ફરી કોરોનાએ ડરાવ્યા, એક દિવસમાં નોંધાયા આટલા કેસ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસના 8 નવા કેસ નોંધાયા છે.

ઠંડીની ઋતુ શરૂ થતાની સાથે જ ફરી એકવાર કોરોના વાયરસના કેસ સામે આવવા લાગ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસના 8 નવા કેસ નોંધાયા છે. આ નવા કેસ સામે આવ્યા બાદ હવે દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા વધીને 213 પર પહોંચી ગઈ છે. કોરોનાના નવા કેસોમાં અચાનક વધારો આશ્ચર્યજનક છે

આંકડા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કોવિડ કેસોની સંખ્યા 4.50 કરોડ (4,50,01,384) છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ અનુસાર, આ બીમારીથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,44,67,877 થઈ ગઈ છે. જ્યારે રાષ્ટ્રીય રિકવરી રેટ 98.81 ટકા છે. કેસમાં મૃત્યુદર 1.19 ટકા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19 રસીના 220.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

આ પહેલા 12 ઓક્ટોબરે 24 કલાકમાં 72 નવા કોરોના દર્દીઓ મળી આવ્યા હતા. એટલું જ નહીં એક્ટિવ કેસની સંખ્યા પણ 300ને વટાવી ગઈ હતી. ચીનના વુહાન શહેરથી ઉદ્ભવેલા નવા કોરોના વાયરસ SARS-CoV-2થી થતી બીમારીને સત્તાવાર નામ Covid-19 આપવામાં આવ્યું છે. આ નવા કોરોના વાયરસથી શ્વાસ સંબંધિત સંક્રમણ થાય છે, જેના કારણે સામાન્ય શરદીથી લઈને શ્વાસ લેવામાં તકલીફ સુધીની ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થવા લાગે છે. કોરોના વાયરસના મુખ્ય લક્ષણો છે- તાવ, સૂકી ઉધરસ, થાક અને શ્વાસ લેવામાં તકલીફ.

News Click 24

Poll not found

Related Articles

Back to top button