ગુજરાત

યુવા વયે હૃદયરોગ તંબાકુના વ્યસન અને અસંતુલીત લાઈફ સ્ટાઈલ જવાબદાર

તમારૂ દિલ તૂટશે તો નવો પ્રેમ મળી જશે પણ વ્યસન હૃદયને કાયમ કમજોર કરી દેશે

ગુજરાત અને દેશમાં કોરોના કાળ બાદ હૃદયરોગના હુમલા અથવા તો કહો કે કાર્ડીયાક એરેસ્ટથી ફકત થોડી સેકન્ડમાંજ જે રીતે મૃત્યુ થઈ રહ્યા છે તે ચોકકસપણે ચિંતા સર્જે છે અને હવે ‘દિલ’ને કેમ સંભાળવું તે અંગે નિષ્ણાંતો પણ ચિંતા કરાવે છે તે વચ્ચે હવે જો હૃદયને સંભાળવું હોય તો ગુજજુ યુવાનોએ પાન-માવા-ફાકી-તંબાકુના દુષણને છોડીને અને શરીર પર જામતી ચરબીના થરને ઘટાડવા પડશે.

અગાઉ એક સમયે કહેવાતું કે, પ્રેમલગ્ન થનારનું દિલ તૂટી જાય છે પણ તેનો ઈલાજ થઈ શકે છે પરંતુ જો તમો તંબાકુના વ્યસનને જાળવી રાખો કે પછી શારીરિક શ્રમને ભુલી જશો તો દિલ કયારે દગો દેશે તે તમને પણ ખ્યાલ રહેશે નહી. હાલમાં જ અમદાવાદમાં યુ.એન.મહેતા ઈન્સ્ટીટયુટ ઓફ કાર્ડીયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટર દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં આ પ્રકારે તારણો મળ્યા છે.

આ ઈન્સ્ટીટયુટમાં કોવિડ પછીના સમયની 40 વર્ષથી નીચેની વયના લોકોના હૃદયરોગના થયેલા મૃત્યુ કે હૃદયરોગના હુમલાના કેસોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને તેમાં 31થી35% માં તંબાકુ કે ધુમ્રપાન સૌથી મોટુ જવાબદાર કારણ હોવાનું જાહેર થયું હતું. હોસ્પીટલના ડિરેકટર ડો. ચિરાગ દોશીએ જણાવ્યું કે, સૌથી મોટું કારણ હાયપરટેન્શન (હાઈબીપી) અને ડાયાબીટીક જે અનુક્રમે 15થી18% કેસોમાં જવાબદાર હતું.

જયારે હૃદયરોગના કૌટુંબિક ઈતિહાસ 12% તનાવ 7% જવાબદાર હતા. આ તમામ બીનચેપી રોગો પણ હૃદય સંબંધી સમસ્યા માટે જવાબદાર છે. ખાસ કરીને 40 વર્ષ કે તેથી ઓછી ઉમરના વ્યક્તિને તેની ધમનીઓમાં જ ‘સોફટ-પ્લાંક’ (ધમનીમાં લોહીની ગાઠો) જામી જવાનું કારણ સૌથી વધુ જવાબદાર છે.

મગજ ભણી જતી ધમનીમાં ‘પ્લાંક’ (લોહીના ગઠા) જામે અને તે વધું પડતા હોય તો બ્રેઈન સ્ટોક આવે છે પણ આ ‘સોફટ પ્લાંક’ એ હૃદયરોગ લાવે છે. શરીરમાં કોલેસ્ટોરલ અને ફેટી એસીડ આ માટે જવાબદાર છે. 50 વર્ષથી ઉપરની ઉમરના લોકોમાં ધમનીઓ સંકોચાઈ જવાની પણ આ સ્થિતિ બને છે. સોફટ પ્લાંક એ ચરબીની બને છે અને તે રકતમાં ફરતા હોય છે અને તે વધુ પડતા શારીરિક ક્ષય, ભારે તનાવ કે શરીરમાં તાણ ખેચે તેવી પ્રવૃતિ સમયે જે આ પ્રકારના સોફટ પ્લાંક તુટી છે જે લોહીના ભ્રમણમાં પહોંચતા જ બ્લોક સર્જે છે.

આ સ્થિતિમાં જે તે વ્યક્તિને બચાવવાનો સમય મળતો નથી. હૃદય ભણી જતો રકતનો પ્રવાહ રૂંધાઈ જાય છે. હૃદયના ધબકારા અનિયમીત થાય છે. જેને મેડીકલ ટર્મમાં ‘એરીથમિયા’ કરશે અને જો તમારા હૃદયની ધડકન વધુ પડતી ઝડપી કે ધીમી થાય તો તમો ચિંતા કરવા લાગશે. તનાવ, ચિંતા અને અતિશય શ્રમ સમયે તે બને છે.

હવે પરીસ્થિતિમાંથી બચવાના ઉપાયો છે. શારીરિક શ્રમ, નિયમિત બ્લડપ્રેસર ચેકીંગ અને સંતુલીત આહાર તમોને યુવા વયે આ સ્થિતિમાંથી બચાવે છે. આ માટે તમારા એસીડીટી કે દાંતની સમસ્યા હોય તો પણ હૃદયરોગનો હુમલો આવી શકે છે તેથી કોઈપણ લક્ષણ જણાય તો તાત્કાલિક નિદાન એ જ શ્રેષ્ઠ છે. મહિલાઓમાં પણ હૃદય સંબંધી રોગો ચિંતા કરાવે છે.

આ માટે તેના હોર્મોનનું અસંતુલીત તનાવ, દવાનું પ્રદુષણ મહિલા સંબંધીત રોગો, પણ તેને હૃદયરોગ ભણી લઈ શકે છે પણ તંબાકુ, ધુમ્રપાનના વ્યસન એ પણ તમારા માટે જોખમી છે. તંબાકુની ફાઈબ્રોસીસ જે તમારા ટીસ્યુને હાર્ડ બનાવે છે તે બાદમાં રકતવાહિનીઓને સંકોચનમાં બદલે છે અને તે સ્થિતિ હૃદયરોગ ને નોતરે છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button