વલસાડ જીલ્લાના વાપી ખાતે આવેલા જીઆઇડીસી વિસ્તારમાં આવેલા સેકન્ડ ફેસ્ટ વિસ્તારમાં આવેલી પ્રાઇમ પોલીમર્સ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાંથી MD ડ્રગ્સ ઝડપાયુ
વાપી ડ્રગ્સ માફિયાઓ માટે સિલ્ક રૂટ બન્યું

વલસાડ જીલ્લાના વાપી ખાતે આવેલા જીઆઇડીસી વિસ્તારમાં આવેલા સેકન્ડ ફેસ્ટ વિસ્તારમાં આવેલી પ્રાઇમ પોલીમર્સ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાંથી MD ડ્રગ્સ ઝડપાયુ હતું. DRIએ કંપનીમાંથી 121 કિલોથી વધુ MD ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. જ્યારે 180 કરોડથી વધુની કિંમતનુ ડ્રગ્સ ઝડપાયુ હતું. સાથે જ એક આરોપીના ત્યાંથી 18 લાખ રોકડા પણ મળી આવ્યા હતા. વાપી જીઆઇડીસી એક કેમિકલ ઝોન કહેવાય છે જેમાં ઘણી મોટી કંપનીઓ ધમધમે છે. પરંતુ કેમિકલ કંપનીની યાર્ડમાં એમડી ડ્રગ્સ બનાવવાનું કારખાનું પણ ધમધમતું હતું અને જે અંગે ડી .આર.આઈ.એ મળેલ માહિતી મુજબ મોટી કાર્યવાહી કરતા જીઆઇડીસી વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે.
નોંધનીય છે કે આ અગાઉ પણ ગત વર્ષોમાં વાપીના થર્ડફેઝ વિસ્તારમાં આવેલી એક કંપની ઉપર પણ ડીઆરઆઈ દ્વારા દરોડા કરવામાં આવ્યા હતા અને આ કંપની પણ ગયા વર્ષથી સીલ કરી દેવામાં આવી છે. આમ વાપી હવે એમની ડ્રગ્સ બનાવવા માટેનું સોફ્ટ કોર્નર સ્થળ બની ગયું છે. ડ્રગ્સ માફિયાઓ માટે મહારાષ્ટ્રની નજીકનું સ્થળ હોવાને લઈને જીઆઇડીસી વિસ્તારમાં કંપનીની આડમાં આ ગોરખ ધંધો કરવામાં આવી રહ્યો હતો. જો કે ગઈકાલે અચાનક જ ડીઆરઆઈ દ્વારા આ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં એમ.ડી ડ્રગ્સનો મોટો જથ્થો હાથ લાગ્યો છે અને કરોડો રૂપિયાનું ડ્રગ્સ મળી આવ્યું છે. આ કંપની કોના પ્રતાપે ધમધમી રહી હતી અને હજુ સુધી જિલ્લાની પોલીસ સહિત કેમ કોઈની નજર તેના ઉપર ન પડી તે અંગે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. શું દર માસે આ કંપનીમાં ફેક્ટરી ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્શન માટે નહોતા આવતા? જેવા અનેક વેધક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે ડી.આર.આઈની કાર્યવાહીને લઈને હાલતો વાપી શહેર પણ એમડી ડ્રગ્સથી બચી શક્યું નથી. શું આટલો મોટો જથ્થો વાપીથી જ બનાવીને અન્ય રાજ્યોમાં મોકલવામાં આવતો હતો કે કેમ તે અંગે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે અને અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.