પેટ્રોલ-ડિઝલના ભાવ હાલ યથાવત જ રહેશે
ઈન્ડીયન બાસ્કેટમાં ક્રુડતેલ સરેરાશ 87 ડોલર ક્રુડતેલ વધુ ઉંચુ જશે નહી સંકેત

ઈઝરાયેલ-હમાસ યુદ્ધ તથા તેના પરિણામે જે રીતે વૈશ્વિક તનાવ વધી રહ્યો છે તે વચ્ચે ક્રુડતેલમાં ફરી એક વખત અનિશ્ર્ચિતતાના વાદળો છે અને જો મધ્યપુર્વમાં ભડકો પહોંચે તો ક્રુડતેલના પરિવહનને પણ અસર થશે.
તો બીજી તરફ સાઉદી અરેબીયા અને અન્ય ‘ઓપેક’ સંગઠન હેઠળ આવતા તેલ ઉત્પાદક રાષ્ટ્રોએ તેનો ઉત્પાદન ‘કાપ’ જાળવી રાખવાનો નિર્ણય લીધો છે જેથી માર્કેટ પર દબાણ છે. આ સ્થિતિમાં જો ક્રુડતેલના ભાવ વધે તો પણ ઓઈલ માર્કેટીંગ કંપનીઓ પેટ્રોલ-ડિઝલના ભાવમાં હાલ કોઈ વધારો કરશે નહી તેવા સંકેત છે. એક તરફ પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણીમાં આજે જ મતદાનનો પ્રથમ તબકકો શરુ થયો છે તથા આ માસના અંત સુધી મતદાન ચાલશે.
જેથી સરકાર પેટ્રોલ-ડિઝલના ભાવવધારાનું ‘જોખમ’ હાલ લઈ શકે નહી. ક્રુડતેલની કિંમતોમાં ફરી એક વખત ઉછાળ જોવા મળી રહ્યો છે અને ભારતીય બાસ્કેટમાં ક્રુડતેલની કિંમત 47.33 ડોલર પ્રતિ બેરલ છે જે મે માસમાં સરેરાશ 78.89 ડોલર રહી હતી. હજુ ઈઝરાયેલમાં હમાસ યુદ્ધનો મધ્યપુર્વમાં મર્યાદીત પ્રભાવ છે તથા ખાડીના દેશો પણ યુદ્ધમાં જવા ઈચ્છતા નથી.
અમેરિકા પણ તે નિશ્ચિત કરી રહ્યું છે કે યુદ્ધ વિસ્તરે નહી તેથી ક્રુડતેલ પણ ઉંચી સપાટી ભણી જતું નથી પણ ક્રુડતેલે 13 માસનો રેકોર્ડ તોડીને નવો ઉંચો ભાવ જોવા મળે છે. ક્રુડતેલના ભાવમાં 30%નો ઉછાળો જોવા મળ્યો છે પણ 95 ડોલર સુધીના ભાવ સુધી ભારતની ઓઈલ રીફાઈનરીઓ તથા નવા ઓઈલ માર્કેટીંગ કંપનીઓ તે હાલના ભાવમાં કોઈ ખોટ કે નુકશાની જશે નહી.
ઓઈલ માર્કેટીંગ કંપનીઓ લાંબા સમયથી ભાવ જાળવીને બેઠી છે તેમાં તેને થયેલા તગડો નફો પણ કારણ છે. 18 માસથી ભાવ વધાર્યા કે ઘટાડવા વગર ઓઈલ માર્કેટીંગ કંપનીઓ બીઝનેસ કરતી રહી છે. તે કદાચ પ્રથમ વખત બન્યું છે અને સપ્ટેમ્બર કવાટરમાં ઓઈલ માર્કેટીંગ કંપનીઓ તેનો નફા માર્જીન વધાર્યુ છે તે દર્શાવે છે કે તેમનું બેલેન્સશીટ મજબૂત છે.



