ભારત

ભારતીય રેલવે હવે ડબલ એન્જીન રેલ બનશે.જો કે હાલમાં જ એક રિપોર્ટ મુજબ ફાસ્ટ અને સુપર ફાસ્ટ ટ્રેનો દોડાવવા છતાં પણ રેલવેની સરેરાશ સ્પીડ 50-55 કિ.મી. પ્રતિ કલાક રહી છે

જેમાં રેલવે હવે ટ્રેનની ઝડપ વધારવા પુશ-પુલ ટેકનોલોજીનો ઉપયોગ કરશે એટલે કે ડબલ એન્જીનથી લાંબા અંતરની ટ્રેનો દોડાવાશે. આ સીસ્ટમનો ફાયદો એ છે કે ટ્રેનને જરૂર મુજબ ધીમી કરી શકાશે અથવા ઈમરજન્સી બ્રેક સમયે પણ ટ્રેન ટ્રેક પરથી ઉથલી પડે તેવી શકયતા ઘટી જાય છે.

ભારતીય રેલવે હવે ડબલ એન્જીન રેલ બનશે. જો કે હાલમાં જ એક રિપોર્ટ મુજબ ફાસ્ટ અને સુપર ફાસ્ટ ટ્રેનો દોડાવવા છતાં પણ રેલવેની સરેરાશ સ્પીડ 50-55 કિ.મી. પ્રતિ કલાક રહી છે અને તેમાં અનેક કારણો જવાબદાર છે પણ હવે દિલ્હી-કોલકતા વચ્ચે એક નવા પ્રકારની ટ્રાયલ કરવામાં આવી હતી. જેમાં રેલવે હવે ટ્રેનની ઝડપ વધારવા પુશ-પુલ ટેકનોલોજીનો ઉપયોગ કરશે એટલે કે ડબલ એન્જીનથી લાંબા અંતરની ટ્રેનો દોડાવાશે. આ સીસ્ટમનો ફાયદો એ છે કે ટ્રેનને જરૂર મુજબ ધીમી કરી શકાશે અથવા ઈમરજન્સી બ્રેક સમયે પણ ટ્રેન ટ્રેક પરથી ઉથલી પડે તેવી શકયતા ઘટી જાય છે.

આ ઉપરાંત ટ્રેનની સ્પીડ વધારવામાં એક એન્જીન જેને રેલવેની ભાષામાં ‘લોકોમોટીવ’ કરે છે તેની મર્યાદા આવી જાય છે. ડબલ એન્જીનમાં સ્પીડ વધારવી સરળ બને છે. દિલ્હી-કોલકતા ટ્રેક પર આ પ્રયોગ સફળ રહ્યો છે. ટ્રેનને કોમ્પ્યુટરાઈઝ પ્રોગ્રામ ધરીને તે સ્ટેશન નજીક પહોંચે કે સિગ્નલ સીસ્ટમ પારખીને ધીમી ખુદ થઈ જાય તેવો પ્રોગ્રામ પણ તૈયાર થઈ રહ્યો છે.

આ પ્રયોગમાં બે કલાકની સફરમાં 20 મીનીટની બચત થઈ હતી. હાલ લાંબા અંતરની 200 ટ્રેનોમાં પુરતા ડબલ એન્જીન ઉપલબ્ધ બને તે જોવામાં આવી રહ્યું છે. રેલ્વે તેની ગતિ કાર્યક્ષમતા અને મુસાફર સુવિધા ઉપરાંત સલામતી વધારવા અનેક મોરચે કામ કરી રહ્યું છે. પાંચ વર્ષમાં તેનો લાભ મળશે

News Click 24

Poll not found

Related Articles

Back to top button