ઈકોનોમી

શેરબજારમાં છેલ્લા સાતેક મહિનાથી સળંગ તેજીના માહોલ વચ્ચે આજે એક જ દિવસમાં રેકોર્ડબ્રેક ચાર આઇપીઓ ખુલ્યા હતા. પ્રાયમરી માર્કેટના ઇતિહાસમાં કદાચ પ્રથમવાર એક જ દિવસમાં ચાર મોટા આઇપીઓ આવ્યા છે

ટાટા ટેકનોલોજીનો આઇપીઓ પ્રથમ કલાકમાં જ છલકાઇ ગયો અને બપોર સુધીમાં 16 લાખ અરજી સાથે 4 ગણો ઓવર સબસ્ક્રાઇબ્ડ

શેરબજારમાં છેલ્લા સાતેક મહિનાથી સળંગ તેજીના માહોલ વચ્ચે આજે એક જ દિવસમાં રેકોર્ડબ્રેક ચાર આઇપીઓ ખુલ્યા હતા. પ્રાયમરી માર્કેટના ઇતિહાસમાં કદાચ પ્રથમવાર એક જ દિવસમાં ચાર મોટા આઇપીઓ આવ્યા છે. ઇન્વેસ્ટરોમાં ક્રેઝ હોય તેમ બ્રોકરો-બેંકોમાં ફોર્મ લેવા-ભરવા ધસારો રહ્યો હતો. આજના ચારમાંથી ત્રણ આઇપીઓ તો પ્રથમ કલાકમાં જ છલકાઇ ગયા હતા. એક માત્ર ફેડબ્રેક ફાઇનાન્સમાં રોકાણકારોનો ઓછો રસ જણાયો હતો. શેરબજારમાં કોરોના કાળ પછીની તેજીમાં રીર્ટઇલ ઇન્વેસ્ટરોનું મોટું યોગદાન રહ્યું છે. યુવા ઇન્વેસ્ટરોએ ‘રોકાણ’ માટે શેરબજારનો વિકલ્પ પસંદ કર્યાનું ચિત્ર રહ્યું જ છે. નાના ઇન્વેસ્ટરોની સંખ્યા તથા ડીમેટ ખાતાનો આંકડો કરોડોમાં પહોંચી ગયાનો તેનો પુરાવો છે.

રીટેઇલ ઇન્વેસ્ટરોના આકર્ષણ વચ્ચે પ્રાયમરી માર્કેટ પણ સતત ધમધમી રહ્યું છે અને તેવી સ્થિતિમાં આજે એક સાથે ચાર મોટા આઇપીઓ ખુલ્યા હતા. સામાન્ય રીતે કોઇ મોટા ગ્રુપનો આઇપીઓ હોત તો અન્ય કંપનીઓ સમય બદલાવી નાખતી હોય છે. પરંતુ ઇન્વેસ્ટરો તથા માર્કેટના સારા મૂડને ધ્યાને રાખીને ચારેય કંપનીઓના આઇપીઓ એક જ દિવસે આવ્યા હતાં. દેશના પ્રતિષ્ઠિત ઔદ્યોગિક ગ્રુપ એવા ટાટા જાુથની કંપની ટાટા ટેકનોલોજીને 3042.51 કરોડનો આઇપીઓ ખુલ્યો હતો. પ્રથમ કલાકમાં જ ભરાઇ ગયો હતો. બપોરે બે વાગ્યાની સ્થિતિએ અંદાજીત ચાર ગણો ઓવર સીબસ્ક્રાઇબ થયો હતો. 16 લાખ અરજીઓ થઇ હતી. રીટેઇલ, સંસ્થાકીય, એચએનઆઇ સહિત તમામ કેટેગરી છલકાઇ હતી. આઇપીઓ 3 દિવસ ખુલ્લો રહેવાનો હોવાથી અનેક ગણો ભરાવાનું મનાય છે. ટાટા ગ્રુપની ટીસીએસનો આઇપીઓ છેલ્લે 2004માં આવ્યો હતો.

ત્યારબાદ 19 વર્ષે આ ગ્રુપની કંપની માર્કેટમાં પ્રવેશી છે. કંપનીએ 475થી 500ની પ્રાઇમ બેન્ડ રાખી છે. માર્કેટમાં 365નું પ્રીમીયમ બોલાતું હતું. આ સિવાય આજથી જ ખુલેલો ગાંધાર ઓઇલ રીફાઇનરીનો 500 કરોડનો બપોર સુધીમાં 2.71 ટકા છલકાયો હતો. ફલેર રાઇટીંગનો આઇપીઓ 1.21 ટકા છલકાઇ ગયો હતો. એક માત્ર ફેડ બેંક ફાઇનાન્સીયલના આઇપીઓમાં ઇન્વેસ્ટરોએ ખાસ રસ લીધો નહતો. આ ઇસ્યુમાં બપોર સુધીમાં સંસ્થાકીય કેટેગરીમાં એકપણ અરજી થઇ નહતી જ્યારે રીટેઇલમાં 0.41 ટકાનું ભરણું હતું. આ ઉપરાંત ઇન્ડિયા રીન્યુએબલ એનર્જી (ઇરડા)નો આઇપીઓ ગઇકાલે ખુલ્યો હતો અને તે આજે બપોર સુધીમાં 3.16 ટકા છલકાઇ ગયો હતો. પ્રાયમરી માર્કેટના જાણકારોએ એમ કહ્યું હતું કે, ઇરડા, ટાટા ટેકનોલોજી, ફલેર તથા ગાંધાર ઓઇલમાં પ્રી માર્કેટમાં સારા પ્રીમીયમ બોલાતા હોવાથી તેમાં ઇન્વેસ્ટરોનો રસ વધુ છે.

ફેડબેંકમાં કોઇ પ્રીમીયમ બોલાતું નથી. આજે એક સાથે ચાર આઇપીઓ ખુલ્યા હોવાથી બ્રોકરો તથા બેંકોમાં ઇન્વેસ્ટરોનો ધસારો રહ્યો હતો. બ્રોકરો પાસેથી આઇપીઓના ફોર્મ કઢાવવા લાઇનો લાગી હતી. જ્યારે બેંકોમાં તે જમા કરાવવાનો ધસારો હતો. એક જાણીતા શેરબ્રોકરે કહ્યું કે હવે અરજી ઓનલાઇન તથા મોબાઇલથી પણ શક્ય હોવાથી ઘણા ઇન્વેસ્ટરો તે સુવિધાનો જ લાભ લેતા થયા છે છતાં ફોર્મ ભરીને બેંકમાં જમા કરાવતા રોકાણકારોનું પ્રમાણ પણ ઘણું મોટું છે. પ્રિ-ફીલ્ડ ફોર્મ કાઢી દેવા માટે બ્રોકીંગ હાઉસોએ વધારાના એકાદ કાઉન્ટર પણ ખોલવા પડ્યા હતા. આ જ રીતે એક બેંક અધિકારીએ પણ કહ્યું કે ફોર્મ જમા કરાવવા આવતા ઇન્વેસ્ટરોની સંખ્યા મોટી હતી. જો કે હવે માત્ર રીસીપી જ આપવાની થતી હોવાથી કોઇ મોટું ભારણ રહેતું નથી.

News Click 24

Poll not found

Related Articles

Back to top button