ભારત

ભારતમાં અફઘાનિસ્તાનની એમ્બેસી કાયમ માટે બંધ જાણો શું છે કારણ

અફઘાનિસ્તાને મિશનના બેંક ખાતામાં રાખવામાં આવેલી લગભગ પાંચ લાખ ડોલરની રકમનો પણ દાવો કર્યો છે.

અફઘાનિસ્તાને જાહેરાત કરી છે કે તેણે નવી દિલ્હીમાં તેની એમ્બેસી કાયમ માટે બંધ કરી દીધી છે. અફઘાનિસ્તાનના રાજદ્વારી મિશન નિવેદન જારી કરીને આ માહિતી આપવામાં આવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નવી દિલ્હીમાં દૂતાવાસ બંધ કરવાનો તેમનો નિર્ણય 23 નવેમ્બર, 2023 થી અમલી બનશે. અફઘાનિસ્તાન સરકારનું કહેવું છે કે તેઓ ભારત સરકાર તરફથી સતત પડકારોનો સામનો કરી રહ્યા છે, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે નવી દિલ્હીમાં અફઘાનિસ્તાન દૂતાવાસનું કામકાજ 30 સપ્ટેમ્બરથી બંધ છે. અફઘાનિસ્તાન સરકારે પોતાના નિવેદનમાં કહ્યું છે કે તેઓને ભારત સરકાર તરફથી સહયોગ મળી શક્યો નથી, ત્યારબાદ આઠ અઠવાડિયાની રાહ જોયા બાદ તેમણે નવી દિલ્હીમાં અફઘાનિસ્તાનની એમ્બેસી બંધ કરવાનો નિર્ણય લીધો છે. અફઘાનિસ્તાને કહ્યું છે કે વિયેના કન્વેન્શન 1961 અનુસાર અફઘાન દૂતાવાસની પ્રોપર્ટી, બેંક એકાઉન્ટ, વાહનો અને અન્ય પ્રોપર્ટીની કસ્ટડી તેમને આપવા માટે ભારત સરકાર પાસેથી માંગ કરવામાં આવી છે. અફઘાનિસ્તાને મિશનના બેંક ખાતામાં રાખવામાં આવેલી લગભગ પાંચ લાખ ડોલરની રકમનો પણ દાવો કર્યો છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button