રમત ગમત

ગુજરાત ટાઇટન્સ (GT) એ પોતાના નવા કેપ્ટનની જાહેરાત કરી દીધી છે . શુભમનને બનાવ્યો ટીમનો નવો કેપ્ટન

ગીલ IPL 2023માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. ગીલે 7 મેચમાં 59.33ની એવરેજથી 890 રન બનાવ્યા હતા.

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ટાઇટન્સ (GT) એ પોતાના નવા કેપ્ટનની જાહેરાત કરી દીધી છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર શુભમન ગીલ હવે IPL ની આગામી સિઝનમાં ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશીપ કરશે. હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ (MI)માં ગયા બાદ ગુજરાત ટાઈટન્સે આ મોટો નિર્ણય લીધો છે. હાર્દિકન જતાની સાથે જ ગીલની કિસ્મત ખુલી અને કેપ્ટન પદ મળ્યુ છે.

ગુજરાત ટાઇટન્સ ક્રિકેટના ડિરેક્ટર વિક્રમ સોલંકીએ જણાવ્યું હતું કે, ‘શુબમન ગીલને છેલ્લા બે વર્ષમાં રમતના સર્વોચ્ચ સ્તરે નોંધપાત્ર પ્રગતિ કરી છે. અમે તેને માત્ર બેટ્સમેન તરીકે જ નહીં પરંતુ ક્રિકેટમાં એક નેતા તરીકે પણ પરિપક્વ જોયો છે. મેદાન પરના તેમના યોગદાનથી ગુજરાત ટાઇટન્સ એક મજબૂત બળ તરીકે ઉભરી આવ્યું છે. તેની પરિપક્વતા અને કુશળતા તેના મેદાન પરના પ્રદર્શનમાં સ્પષ્ટપણે દેખાય છે. અમે તેને કેપ્ટન બનાવવા માટે ઉત્સાહિત છીએ.

ગીલ IPL 2023માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. ગીલે 7 મેચમાં 59.33ની એવરેજથી 890 રન બનાવ્યા હતા. કેન વિલિયમસન પણ ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન બનવાની રેસમાં હતો, પરંતુ ભવિષ્યને ધ્યાનમાં રાખીને ફ્રેન્ચાઇઝીએ આ યુવા ભારતીય ખેલાડીને મહત્વ આપ્યું છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગઇકાલે ટૂર્નામેન્ટની દરેક ટીમોએ પોતાના ખેલાડીઓનું રિટેન અને રિલીઝ લિસ્ટ જાહેર કર્યુ હતુ, જેમાં સૌથી મોટુ નામ કરી રહ્યાં છે. ગઇકાલે ખબર હતી કે હાર્દિકને ગુજરાતે રિટેન કર્યો છે, પરંતુ આજે મુંબઇ ઇન્ડિયન્સ ટ્વીટ કરીને બધાને ચોંકાવ્યા છે, હાર્દિકની મુંબઇ ઇન્ડિયન્સમાં વાપસી થઇ છે. મુંબઇ ઇન્ડિયન્સે પોતાના ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરતાં લખ્યુ હાર્દિક ઇઝ હૉમ

ઉલ્લેખનીય છે કે, ગઇકાલે જ ગુજરાતે આઠ ખેલાડીઓને બહાર કર્યા છે. જેમાં યશ દયાલ, કેએસ ભરત, શિવમ માવી, ઉર્વિલ પટેલ, પ્રદીપ સાંગવાન, ઓડિયન સ્મિથ, અલઝારી જોસેફ અને દાસુન શનાકાના નામ સામેલ છે.

 

News Click 24

Poll not found

Related Articles

Back to top button