ગુજરાત
અચાનક સિંગતેલના ભાવમાં ઉછાળો , એક જ દિવસમાં રૂ.50નો વધારો થયો ,સિંગતેલના ડબ્બાના ભાવ 2785 પહોચ્યા છે.
દિવાળી બાદ સીંગતેલના ભાવમાં થોડા ઘટાડા બાદ હવે અચાનક ફરી એકવાર ભાવ વધ્યા, એક જ દિવસમાં રૂ.50નો વધારો થયો

દિવાળી બાદ સીંગતેલના ભાવમાં થોડા ઘટાડા બાદ હવે અચાનક ફરી એકવાર ભાવ વધ્યા છે. વિગતો મુજબ રાજ્યમાં મગફળીનો પાક તૈયાર થવાની વચ્ચે સરકારે આશરે 40 લાખ ટન પાકનો અંદાજ જાહેર કર્યો છે. આ તરફ હવે માવઠાના બહાના હેઠળ સૌરાષ્ટ્રની તેલ લોબીએ ફરી એકવાર એક જ દિવસમાં સીંગતેલના ભાવમાં 15 કિલો ડબ્બાએ રૂ.50 નો વધારો ઝીંકી દેતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ શકે છે. રાજ્યમાં દિવાળીના તહેવારો બાદ બજારમાં મગફળીની ધૂમ આવક સાથે અતિશય ઊંચા ભાવમાં આંશિક ઘટાડો થયા બાદ 20 તારીખે સીંગતેલ રૂ.2635-2685ની નીચી સપાટીએ પહોંચ્યું હતું. જોકે મંગળવારથી શરૂ કરી 26 તારીખ સુધીમાં મહત્તમ રૂ. 2735 સુધી ભાવ પહોંચ્યા હતા. આ તરફ એક જ દિવસમાં રૂ.50ના વધારા સાથે હવે સીંગતેલનો ભાવ રૂ.2735-2785 પહોંચ્યો છે. આ તરફ અચાનક સિંગતેલના ભાવમાં ઉછાળો આવતા ગૃહિણીઓ ચિંતામાં મુકાઇ છે.
Poll not found