ભારત

દિપાવલીના દિને જ ઉતરકાશીની નિર્માણાધીન સિલકયારા ટનેલ (સુરંગમાં) અચાનક જ માટી ધસી પડતા ફસાયેલા 41 મજદૂરોને સલામત બહાર લાવવાના 400 કલાકના જંગમાં જબરી સફળતા મળી છે

ઉતરકાશીથી નિર્માણાધીન ટનલમાં ફસાયેલા મજદૂરો સુધી પાઈપ પહોંચ્યો: એનડીઆરએફની ટીમના જવાનો મજદૂરો પાસે પહોંચ્યા: તબકકાવાર બહાર લવાશે

દિપાવલીના દિને જ ઉતરકાશીની નિર્માણાધીન સિલકયારા ટનેલ (સુરંગમાં) અચાનક જ માટી ધસી પડતા ફસાયેલા 41 મજદૂરોને સલામત બહાર લાવવાના 400 કલાકના જંગમાં જબરી સફળતા મળી છે. પ્રારંભમાં મશીનરી મારફત ડ્રીલીંગ કરીને ફસાયેલા મજદૂરોને બહાર લાવવામાં ઓગર મશીનથી ડ્રીલીંગ કરવામાં થોડી સફળતા મળી પછી જયારે પાઈપ 6 મીટર દુર હતો તે સમયે જ મશીન તૂટી પડતા અંતે વિખ્યાત રેટ-માઈનર્સ તરીકે ઓળખાતા માઈનર્સની ટીમે મેન્યુઅલ ડ્રીલીંગ કરીને વિશાળકાય પાઈપ મજુરો જયાં ફસાયા હતા

ત્યાં સુધી પહોંચાડવામાં આવ્યા છે અને એનડીઆરએફ તથા બોર્ડર રોડ નિર્માણ કરતી યામીની ટીમના પ્રશિક્ષિત જવાનો પાઈપલાઈન મારફત સુરંગના બીજા છેડે જયાં મજદૂરો ફસાયા છે ત્યાં પહોંચીને એક બાદ એક મજદૂરોને બહાર લાવવાની કામગીરી કરી રહ્યા છે. આ તમામ મજદૂરોને બહાર નિકળતા જ પ્રાથમીક સારવાર આપીને તુર્તજ ખાસ તૈયાર રખાયેલી 41 એમ્બ્યુલન્સ મારફત 30 કી.મી. દુર ખાસ ઉભી કરાયેલી સિલકયારા હોસ્પિટલ સુધી પહોંચાડીને બાદમાં વધુ સારવાર માટે દહેરાદૂન એઈમ્સ ખાતે પહોંચાડવા હેલિકોપ્ટર મારફત લઈ જઈને ઉતરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધાની સતત અહી હાજર છે તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દિલ્હીથી અહી સંપર્કમાં છે. આ એક ભારતીય બચાવ રાહતનું જબરુ ઓપરેશન બની રહ્યું હતું. છેલ્લા 17 દિવસના અનેક ચડાવ-ઉતાર-આશા-નિરાશા બાદ તે સફળ રહ્યું છે.

મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી ખુદ ટનેલમાં પહોંચીને મજદૂરોને આવકાર્યા હતા. રેટ-માઈનરની ટીમે છેલ્લા 24 કલાકમાં જબરી કમાલ કરી હતી અને 6 મીટરનું ખોદકામ પુરી રાત્રીના કરીને તેની ક્ષમતાનો પરિચય આપ્યો હતો. આ રેટ-માઈનરની ટીમને ખાસ બિહારથી બોલાવાઈ હતી તો બીજી તરફ ભારતીય સેનાના જવાનોએ પણ સતત અહી ટનેલમાં ડ્રીલીંગ સમયે જે માટી-ધુડ તથા અન્ય કચરા નિકળ્યા હતા તે ઝડપથી દુર કરીને કામકાજમાં કોઈ આવે નહી તે નિશ્ર્ચિત કર્યુ. આજે સવારે આ ક્ષેત્રમાં વરસાદ શરૂ થતા નવા વિધાનનો ભય હતો અને જો પાણી ટનલમાં ઘુસે તો રાહત બચાવને મોટો ફટકો પડે તેવી શકયતા હતી.

News Click 24

Poll not found

Related Articles

Back to top button