PM મોદી આજથી બે દિવસના દુબઈ પ્રવાસે , COP28 ક્લાઈમેટ સમિટમાં હાજરી આપશે; બેઠકનો એજન્ડા- કાર્બન ઉત્સર્જન ઘટાડવું
COP28 ક્લાઈમેટ સમિટ 12 ડિસેમ્બર સુધી ચાલશે. જેમાં પોપ, કિંગ ચાર્લ્સ સહિત વિશ્વભરના 167 નેતાઓ ક્લાઈમેટ ચેન્જ (જળવાયુ પરિવર્તનના મુદ્દા) અને તેના ઉકેલો અંગે ચર્ચા કરશે. છેલ્લા કેટલાક વર્ષોમાં, સમગ્ર વિશ્વ માટે જળવાયુ પરિવર્તન સૌથી મોટા પડકાર તરીકે ઉભરી આવ્યું છે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ ફોસલ ફ્યુઅલ અને કાર્બન એમિશન (ઉત્સર્જન)ને રોકવાનો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે UAE જવા રવાના થયા. આ બે દિવસના પ્રવાસમાં PM મોદી આજે દુબઈમાં યોજાનારી COP28ની વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટમાં ભાગ લેશે. આ સિવાય તેઓ કેટલાક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે.
COP28 ક્લાઈમેટ સમિટ 12 ડિસેમ્બર સુધી ચાલશે. જેમાં પોપ, કિંગ ચાર્લ્સ સહિત વિશ્વભરના 167 નેતાઓ ક્લાઈમેટ ચેન્જ (જળવાયુ પરિવર્તનના મુદ્દા) અને તેના ઉકેલો અંગે ચર્ચા કરશે. છેલ્લા કેટલાક વર્ષોમાં, સમગ્ર વિશ્વ માટે જળવાયુ પરિવર્તન સૌથી મોટા પડકાર તરીકે ઉભરી આવ્યું છે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ ફોસલ ફ્યુઅલ અને કાર્બન એમિશન (ઉત્સર્જન)ને રોકવાનો છે.
ક્લાઈમેટ ફાઈનાન્સ અંગે પણ ચર્ચા કરવામાં આવશે
ક્લાઈમેટ ફાઈનાન્સ એટલે કે ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડવા અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. ખરેખરમાં, ગયા વર્ષે ઇજિપ્તમાં આયોજિત COP27 સમિટમાં 200 દેશોએ સમજૂતી કરી હતી. જેમાં ક્લાઈમેટ ચેન્જ માટે જવાબદાર સમૃદ્ધ દેશોને ગરીબ અને વિકાસશીલ દેશોને આપવા માટે ફંડ બનાવવા માટે કહેવામાં આવ્યું હતું.
હવે COP28માં નક્કી થશે કે કયા દેશને કેટલું વળતર મળશે અને કયા આધારે મળશે. કયા દેશો વળતર આપશે તે પણ નક્કી કરવામાં આવશે.
PM મોદી ત્રીજી વખત ક્લાઈમેટ સમિટમાં ભાગ લઈ રહ્યા છે
પીએમ મોદી ત્રીજી વખત ક્લાઈમેટ ચેન્જ સમિટમાં ભાગ લઈ રહ્યા છે. આ પહેલા પીએમ મોદીએ 2021માં ગ્લાસગોમાં આયોજિત COP26 કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. પછી તેમણે જળવાયુ પરિવર્તનનો સામનો કરવા માટે પંચામૃત નીતિ અને લાઈફસ્ટાઈલ ફોર એનવાયરમેન્ટ (LiFE)ની જાહેરાત કરી હતી.
PM મોદીએ 2015માં પેરિસમાં આયોજિત COP21માં પણ હાજરી આપી હતી. આ દરમિયાન, 190થી વધુ દેશો પેરિસ કરાર માટે સંમત થયા હતા. આ કરાર હેઠળ વૈશ્વિક તાપમાનમાં વધારો 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત રાખવાની વાત થઈ હતી. તેનો હેતુ ગ્લોબલ વોર્મિંગ ઘટાડવાનો હતો.
PM મોદીની છઠ્ઠી UAE મુલાકાત
પીએમ બન્યા બાદ મોદીની આ છઠ્ઠી UAE મુલાકાત છે. તેઓ તેમના પ્રથમ કાર્યકાળમાં ઓગસ્ટ 2015માં અહીં આવ્યા હતા. તેણે 2018 અને 2019માં UAEની પણ મુલાકાત લીધી હતી. 2019માં UAE સરકારે મોદીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ઓર્ડર ઓફ ઝાયેદ’થી સન્માનિત કર્યા હતા. આ પછી મોદી જૂન 2022 અને જુલાઈ 2023માં દુબઈ ગયા હતા.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, બ્રિટનની મહારાણી એલિઝાબેથ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને પણ આ સન્માન આપવામાં આવ્યું છે. UAEમાં લગભગ 33 લાખ ભારતીયો રહે છે. આ દેશની કુલ વસ્તીના 30% છે અને અહીં ભારતીયોની સંખ્યા અન્ય કોઈપણ દેશની સરખામણીમાં સૌથી વધુ છે. તે જ સમયે, UAE રશિયા, સાઉદી અરેબિયા અને ઇરાક પછી ભારતને ચોથો સૌથી મોટો તેલ સપ્લાયર છે.
ભારત-યુએઈ સંબંધો પર એક નજર
UAE કાશ્મીર પર ભારત વિરુદ્ધ બોલવાનું ટાળે છે
UAE એ આરબ દેશોમાંથી એક છે જે પાકિસ્તાનની નજીક છે. તેમની મિત્રતાનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે UAEએ આર્થિક સંકટથી ઝઝૂમી રહેલા પાકિસ્તાનને 1 બિલિયન યુએસ ડૉલરની મદદ કરી છે. આ પહેલીવાર નથી, આ પહેલા પણ UAEએ પાકિસ્તાનને લોન આપીને મદદ કરી છે.
જો કે, પાકિસ્તાન સાથે સારા સંબંધો હોવા છતાં, UAE કાશ્મીરને લઈને ભારત વિરુદ્ધ કોઈપણ નિવેદન આપવાનું ટાળે છે.
2019માં, જ્યારે ભારતે કાશ્મીરને વિશેષાધિકાર આપતી કલમ 370 નાબૂદ કરી, ત્યારે UAEએ તેને ભારતનો આંતરિક મુદ્દો ગણાવ્યો હતો, જ્યારે પાકિસ્તાન ભારતની આ કાર્યવાહી પર આરબ દેશોની કડક પ્રતિક્રિયાની અપેક્ષા કરી રહ્યું હતું.
UAE ભારતનું ત્રીજું સૌથી મોટું વેપારી ભાગીદાર છે
UAE ભારતનું ત્રીજું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. બંને દેશો વચ્ચે 6 લાખ કરોડ રૂપિયાથી વધુનો વેપાર છે. જેમાં UAEએ ભારતમાંથી 2 લાખ કરોડ રૂપિયાની આયાત કરી છે.
UAE સાથે ભારતની નાણાકીય ખાધ છે. એટલે કે ભારત UAEમાંથી વધુ આયાત કરે છે અને નિકાસ ઓછી કરે છે. ભારતે નાણાકીય વર્ષ 2022-23માં UAEથી રૂ. 4 લાખ કરોડની આયાત કરી છે. ભારતે UAE સાથે વેપાર કરાર પર પણ હસ્તાક્ષર કર્યા હતા.