world aids day 2023 HIV પોજિટિવ લોકોના લક્ષણોના આધારે તમે જાણી શકો નહી કે તેને HIV અને AIDS છે, કેમ કે તેના કોઈ ખાસ લક્ષણ હોતા નથી.
HIV પોજિટિવ હોય છે તે તમામને એડ્સ હોતું નથી

એઈડ્સ એક ગંભીર બિમારી થે. આ વાયરસ આપણા ઈમ્યૂન સિસ્ટમને પ્રભાવિત કરે છે અને શરીરના રોગોથી લડવાની ક્ષમતાને ઓછી કરે છે. જેનાથી બચવા માટે લોકોએ જાગૃત થવાની જરૂર છે. આજ કારણથી દરે વર્ષ 1 ડિસેમ્બરના રોજ એડ્સ દિવસ મનાવવામાં આવે છે. આ ખાસ દિવસને લઈ અમે તમને કેટલી એ઼ડ્સ સંબંધી કેટલીક સત્ય અને ભ્રમ ફેલાવતી વાતો વિશે જણાવીએ.
ભ્રમ- 1
તમે કોઈપણને જોઈને બતાવી શકો છો કે, તેને HIV થયેલુ છે
સત્ય
HIV પોજિટિવ લોકોના લક્ષણોના આધારે તમે જાણી શકો નહી કે તેને HIV અને AIDS છે. કેમ કે તેના કોઈ ખાસ લક્ષણ હોતા જ નથી. કેટલીક વાર અન્ય સ્વાસ્થ્ય સંબંધિત બિમારીઓના લક્ષણો હોય છે.
ભ્રમ-2
HIVની સારવાર માટે રોજની ખૂબ જ ગોળીઓ ખાવી પડે છે
સત્ય
વર્ષો પહેલા HIV પીડિત દર્દીને ખૂબ જ દવા લેવાની જરૂર રહેતી હતી પરંતુ હવે HIVની સારવાર માટે રોજની એક કે બે જ ગોળી લેવાની હોય છે
ભ્રમ-3
જે લોકોને HIV પોજિટિવ હોય છે તે તમામને એડ્સ હોય છે
સત્ય
આ વાત સંપૂર્ણ રીતે ખોટી છે, જરૂરી નથી કે, જે વ્યક્તિને HIV પોઝિટીવ હોય તેને એડ્સ હોવું જરૂરી છે. HIV થયા પછી સકારાત્મક પરીક્ષણ થયા પછી વ્યક્તિ સમાન્ય જીવન જીવી શકે છે અને એડ્સ થતું રોકી શકાય છે.
ભ્રમ-4
જો તમને એડ્સ હોય તો તમારે વ્યાયમને ટાળવું જોઈએ
સત્ય
HIV થવા પર એક્સરસાઈઝ તમારી હેલ્થની રક્ષા કરે છે. જે થકાનને ઉતારે છે. સાથો સાથ ભૂખમાં પણ સુધરો કરી શકે છે.
ભ્રમ-5
HIV તમારી ઉંમર ઘટાડી દે છે
સત્ય
યોગ્ય સમય સારવાર કરવામાં આવે તો સામાન્ય જીવન જીવી શકાય છે, પરંતુ જો પીડિતને તેની જાણકારી ન હોય તો સમસ્યા વધી શકે છે.



