ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં જાણીતી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની આજે બપોરે 1.45 કલાકે તેમના જ આવાસ પાસે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.
ધોળે દિવસે આવાસ નજીક જ ગોળીએ ઠાર મરાયા: અગાઉ ધમકી મળી હતી

ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં જાણીતી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની આજે બપોરે 1.45 કલાકે તેમના જ આવાસ પાસે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.
સ્કુટી પર સવાર બદમાશોએ આ ગોળીબાર કર્યો હતો. સુખદેવસિંહને તાત્કાલીક મેટ્રો માસ હોસ્પિટલમાં લઈ જવાયા હતા પરંતુ ત્યાં તેઓને મૃત જાહેર કરાયા હતા. આ ગોળીબારમાં ઘટનાસ્થળે મોજૂદ અજીતસિંહ નામના એક વ્યક્તિને પણ ગોળીઓ વાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.
પોલીસના જણાવ્યા અનુસાર શ્યામ જનપથ રોડ પર સુખદેવસિંહ ગોગામેડી તેમના ઘરની બહાર ઉભા હતા તે સમયે જ ફાયરીંગ થયું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ હાલમાં જ તેમને ધમકી મળી હતી અને પોલીસ તે દિશામાં તપાસ કરી રહી છે.
ગોગામેડીને ચાર ગોળીઓ વાગી હતી બાદમાં બદમાશોએ માર્ગમાં એક ચાલકને રિવોલ્વર બતાવીને તેની કાર લઈને નાસી છુટયા છે. આ દરમ્યાન અન્ય એક સ્કુટી સવાર પણ ગોળીબારમાં ઈજા થઈ છે. હવે આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.