ગુજરાત

દેશમાં એક વર્ષમાં પોલીસ કસ્ટડીમાં 75 આરોપીના મોત, તેમાં ગુજરાતમાં સૌથી વધુ 14ના મૃત્યુ

કાયદો હાથમાં લઇ થર્ડ ડીગ્રી આપવાની પોલીસની કાર્યપધ્ધતિ વધુ ઘાતક બની: આરોપીઓને જાહેરમાં માર મારવાની પોલીસની રીતની આકરી ટિકાઓ થઇ છે: નેશનલ ક્રાઇમે રેકોર્ડ બ્યુરોની માહિતીમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

કસ્ટોડિયલ ડેથના મામલે ગુજરાત રાજ્ય છેલ્લા છ વર્ષમાં સતત ત્રીજા વર્ષે પણ સમગ્ર દેશમાં પ્રથમ નંબરે આવ્યું છે. આ વર્ષે સમગ્ર દેશમાં 75 લોકોના પોલીસ કસ્ટડીમાં મોત થયા હતા, જેમાં ગુજરાત રાજ્ય 14 મોત સાથે પ્રથમ નંબરે રહ્યું હતું. પોલીસ કસ્ટડીમાં સતત વધી રહેલાં મોતના કેસને ઘટાડવા ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયે ઘણા પ્રયાસો કર્યા હતા. પરંતુ તેમને સફળતા મળી નથી. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતીમાં તો વળી એમ પણ ચોંકાવનારો ઘટસ્ફોટ કરાયો હતો કે, છેલ્લા પાંચ વર્ષ પૈકીના ચાર વર્ષ દરમ્યાન પણ ગુજરાતમાં પોલીસ કસ્ટડીમાં મોત થયેલા લોકોની સંખ્યા સમગ્ર દેશમાં સૌથી વધુ નોંધાઇ હતી.

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતીના કારણે ગુજરાત પોલીસની કામગીરી ઉપર કલંક લાગ્યું હોય, ગુજરાતના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયે રાજ્યના પોલીસ વડા તરીકે ચાર્જ સંભાળ્યો તે પહેલાં પોલીસ કસ્ટડીમાં થઇ રહેલા વધુને વધુ મોતના કિસ્સા ઘટાડવા ઘણા પ્રયાસો કર્યા હતા.

પરંતુ તેમ છતાં કસ્ડોડિયલ ડેથમાં ગુજરાતે પોતાની આગલા વર્ષના રેકોર્ડને જાળવી રાખ્યો હતો. વિશેષ કરીને 2022ની સાલ બાદ ગુજરાત પોલીસના જવાનો અને અધિકારીઓની આરોપીને કસ્ટડીમાં થર્ડ ડિગ્રીની ટ્રિટમેન્ટ આપવાની પદ્ધતિ વધુ ઘાતક બની છે તે ઉપરાંત રાજ્યના જુદા જુદા ભાગોમાં આરોપીને જાહેરમાં બાંધીને ઢોર મારવાના અનેક કિસ્સાઓમાં ઘણા પોલીસ અધિકારીઓ-જવાનો સામે આરોપનામા ઘડી કાઢવામાં આવ્યા છે.

પોલીસ દ્વારા આરોપીને જાહેરમાં ઢોર માર મારવાના કિસ્સામાં 4 ઓકટોબર-2022ના રોજ ખેડા જિલ્લાના એક ગામમાં ગરબા દરમ્યાન બે સમુદાયના લોકો વચ્ચે સર્જાયેલા વિવાદ બાદ પોલીસ દોડી આવી હતી અને એક યુવકને ઝાડ સાથે બાંધીને બે થી ત્રણ પોલીસ જવાનોએ તેને લાકડીઓ વડે ઢોર માર માર્યો હતો. આ ઘટનાના વીડીયો સોશ્યલ મીડીયામાં ખુબ વાયરલ થયા હતા.

ત્યારબાદ 16 જુન-2023ના રોજ જુનાગઢ ખાતે રમખાણ ફેલાવવા મામલે બે આરોપીને પોલીસે જાહેરમાં ઢોર માર માર્યો હતો. અને ત્રીજો બનાવ 23 જુલાઇ-2023ના રોજ અમદાવાદના મણિનગર વિસ્તારમાં બન્યો હતો. જેમાં ફુલ સ્પીડમાં આવેલી કારે રોડની બાજુએ આવેલાં બાંકડા સાથે ગાડી અથઢાવી હતી જેમાં એક વ્યકિતનો માંડ માંડ જીવ બચ્યો હતો. આ ઘટનામાં વાહન હંકારનાર ડ્રાઇવર અને તેની સાથે બેઠેલા તેના ત્રણ મિત્રોએ દારુ પીધો હોવાનું માલુમ પડયું હતું તેથી મણિનગર પોલીસ સ્ટેશનના જવાનોએ આ ચારેય આરોપીઓને પોલીસ વાહનની સાથે બાંધીને જાહેરમાં ઢોર માર માર્યો હતો.

આ ત્રણ ઘટનાને કારણે ગુજરાત પોલીસની આકરી ટીકા થઇ હતી. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના કસ્ટોડિયલ ડેથના આંકડામાં દર્શાવ્યું હતું કે, ગુજરાતમાં આ વર્ષે જે 14 લોકોના પોલીસ કસ્ટડીમાં મોત થયા હતા તે પૈકી 8 આરોપીએ કસ્ટડીમાં આત્મહત્યા કરી લીધી હતી. 6 આરોપીના મોત કાર્યવાહી દરમ્યાન થયા હતા. એક આરોપીનું મોત કસ્ટડીમાંથી ભાગી જવાનો પ્રયાસ કરતી વખતે થયું હતું.

વર્ષ 2017
ગુજરાતમાં મોત…….10
ભારતમાં મોત……100
(નંબર ત્રીજો-આંધ્ર……27
મહારાષ્ટ-15)
આત્મહત્યા…..04
માંદગી ટ્રિટમેન્ટમાં મોત…..02
કસ્ટડીમાં ઇજાથી મોત…….02
અન્ય……02

વર્ષ : 2019
ગુજરાતમાં મોત……10
ભારતમાં મોત…..83
(નંબર: બીજો)
આત્મહત્યા…..03
માંદગી ટ્રિટમેન્ટથી મોત…..05
કસ્ટડીમાં થયેલી ઇજાથી મોત…01
માર્ગ અકસ્માત….01

વર્ષ : 2020
ગુજરાતમાં મોત…..15
ભારતમાં મોત……76
(નંબર-પહેલો)
આત્મહત્યા……06
માંદગી ટ્રિટમેન્ટથી દરમ્યાન મોત…..06
અન્ય…..03

વર્ષ: 2021
ગુજરાતમાં મોત……23
ભારતમાં મોત….88
(નંબર: પહેલો)
આત્મહત્યા…..09
માંદગી-ટ્રિટમેન્ટ દરમ્યાન મોત..09
ઇજા પહેલાં મોત……02
કસ્ટડીમાં થયેલી ઇજાથી મોત…. 02
પોલીસ જાપ્તામાંથી ભાગતા મોત….01

વર્ષ : 2022
ગુજરાતમાં મોત……14
ભારતમાં મોત (નંબર: પહેલો)..75
આત્મહત્યા……08
માંદગી ટ્રિટમેન્ટ દરમ્યાન મોત….05
કસ્ટડીમાંથી ભાગી જવાનો પ્રયાસ કરતા થયેલા મોત….01

વર્ષ: 2018
ગુજરાતમાં મોત…….14
ભારતમાં મોત……70
(નંબર: પહેલો)
આત્મહત્યા……03
માંદગી ટ્રીટમેન્ટમાં મોત…..06
કસ્ટડીમાં ઇજાથી મોત…..03
કસ્ટડીમાંથી ભાગતી વખતે થયેલા મોત……01

News Click 24

Poll not found

Related Articles

Back to top button