જાણવા જેવું

NCRBના એક રિપોર્ટ અનુસાર વર્ષ 2021નું તુલનામાં 2022માં હાર્ટઅટેકને કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યામાં 12.5 ટકાનો વધારો થયો છે. 2022માં હાર્ટઅટેકને કારણે 32,457 લોકો મૃત્યુ પામ્યા .

આ દરમિયાન અચાનક મૃત્યુને લઈને રાષ્ટ્રીય અપરાધ બ્યૂરો એટલે કે NCRBએ ચોંકાવનારા આંકડા બહાર પાડ્યા છે.

છેલ્લા એક વર્ષમાં અચાનક મૃત્યુ થવાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. કોઈ જિમમાં વર્કઆઉટ કરતાં કે કોઈ ડાન્સ કરતાં અચાનક ઢળી પડ્યા અને મૃત્યુ થઈ ગયું, આવા અચાનક મૃત્યુના સમાચાર છેલ્લા થોડા દિવસોથી સામે આવી રહ્યા છે. આ દરમિયાન અચાનક મૃત્યુને લઈને રાષ્ટ્રીય અપરાધ બ્યૂરો એટલે કે NCRBએ ચોંકાવનારા આંકડા બહાર પાડ્યા છે. NCRBના એક રિપોર્ટ અનુસાર વર્ષ 2022માં દેશભરમાં 56 હજાર 653 લોકોની અચાનક મૃત્યુ થઈ છે. અંહિયા મહત્વનું છે કે આ આંકડા ગયા વર્ષની તુલનામાં 12 ટકા વધુ છે. આમાંથી 57 ટકા મૃત્યુ હાર્ટઅટેકને કારણે થયા છે. NCRBની જ એ રિપોર્ટ અનુસાર વર્ષ 2021નું તુલનામાં 2022માં હાર્ટઅટેકને કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યામાં 12.5 ટકાનો વધારો થયો છે. આંકડાની વાત કરીએ તો 2022 હાર્ટઅટેકને કારણે 32,457 લોકો મૃત્યુ પામ્યા હતા જે 2021 માં સામે આવેલ 28,413 મૃત્યુના આંકડા કરતાં વધુ છે.

મહારાષ્ટ્રમાં હાર્ટઅટેકને કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા સૌથી વધુ
વર્ષ 2022માં મહારાષ્ટ્રમાં હાર્ટઅટેકને કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા સૌથી વધુ નોંધવામાં આવી છે. મહારાષ્ટ્રમાં 12,591; કેરળમાં 3,993 અને ગુજરાતમાં 2,853 લોકો હાર્ટ અટેકને કારણે મૃત્યુ પામ્યા છે. આ સાથે જ હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામેલા લોકોમાંથી 28,005 પુરુષો હતા જેમાંથી 22,000 લોકો 45-60 વર્ષની વય જૂથના હતા.

ઉપરાંત રિપોર્ટમાં એમ પણ ખુલાસો કરવામાં આવ્યો છે કે કોરોના બાદ હાર્ટઅટેકને કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યામાં ઘણો વધારો થયો છે. ઘણી રિસર્ચમાં પણ એવા ખુલાસા થયા છે કે કોરોના વાયરસને કારણે હ્રદયને ઘણું નુકસાન થયું છે અને હાર્ટ ફંક્શન ઘણું પ્રભાવિત થયું છે.

આરોગ્ય મંત્રીએ લોકોને આપી સલાહ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ તાજેતરમાં જ સલાહ આપી હતી કે જે લોકો કોરોના સંક્રમિત થયા હતા તેઓ વધુ કસરત કે વધુ મહેનત ન કરે. એવા લોકોએ માપમાં વર્કઆઉટ કરવું જોઇએ અને થોડા સમય માટે કોઈ સખત કામ ન કરવું જોઇએ. ICMR ના સ્ટડીને ધ્યાનમાં રાખીને એમને કહ્યું કે કોવિડ -19 ને કારણે ભૂતકાળમાં હોસ્પિટલમાં દાખલ થવું, અચાનક મૃત્યુનો પારિવારિક ઇતિહાસ અને જીવનશૈલીમાં ફેરફાર યુવાન લોકોમાં અચાનક મૃત્યુમાં વધારો કરવામાં ભૂમિકા ભજવી શકે છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button