દેશના જાણીતા અને સૌથી સન્માનીય ઉદ્યોગપતિ રતન ટાટાને મળેલી ધમકી સંદર્ભમાં મુંબઈ પોલીસે ગણતરીના સમયમાં જ આ ધમકી આપનારને ઓળખી લીધો હતો
સ્કિઝોફ્રેનિયાથી પિડાતા યુવકનું કૃત્ય પોલીસ કંટ્રોલ રૂમને મળેલા ફોનમાં કોલર-માનસિક અસ્થિર છે: પાંચ દિવસથી ઘરેથી નિકળી ગયો હોવાનું ખુલ્યું

દેશના જાણીતા અને સૌથી સન્માનીય ઉદ્યોગપતિ રતન ટાટાને મળેલી ધમકી સંદર્ભમાં મુંબઈ પોલીસે ગણતરીના સમયમાં જ આ ધમકી આપનારને ઓળખી લીધો હતો. આ ધમકી આપનારે ખુદને પુનાના એનબીએ ડિગ્રીધારક ગણાવ્યો હતો. તેણે મુંબઈ પોલીસને ધમકી ભર્યા કોલમાં તેની હાલત પણ ટાટા ગ્રુપના પુર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી જેવા જ થશે તેવું જણાવ્યું હતું. પોલીસે આ કોલ પરથી ધમકી આપનારનું લોકેશન મેળવ્યુ હતું તે કર્ણાટકમાં હોવાનું બહાર આવતા જ પોલીસે તે તરફ તપાસ હાથ ધરી છે. જો કે ધમકી આપનારના નંબર પરત તેને ટ્રેસીંગ કરતા તે પુનામાં રહેતો હોવાનું જાણ થતા પોલીસ પુના પહોંચી હતી, જયાં તેના પત્ની એ પોલીસને જણાવ્યું કે તેના પતિ છેલ્લા પાંચ દિવસથી ગુમ છે અને પોલીસને તેની ફરિયાદ પણ અગાઉ નોંધાવી હતી.
તેણે ઘટસ્ફોટ કર્યો કે તેના પતિ સ્કિઝોફ્રેનિયાની (માનસીક અસ્થિરતા) બિમારીથી પીડાય છે અને ઘરેથી ચાલ્યા ગયા છે. મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને મળેલા આ કોલમાં રતન ટાટાની હાલત આ ગ્રુપના પુર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી જેવી થશે તેવુ જણાવ્યું હતું. મિસ્ત્રી એક માર્ગ દુર્ઘટનામાં માર્યા ગયા હતા. જો કે રતન ટાટા તેમના ખરાબ સ્વાસ્થ્યના કારણે કયાંય બહાર જતા નથી. પોલીસે આ પ્રકરણમાં ગુન્હો નોંધ્યો હતો પણ ફોન કરનારનું માનસીક સ્વાસ્થ્ય જોતા તેમાં હળવાશ અપનાવી છે.



