શિયાળાના કારણે બંધ બારી-દરવાજા સંક્રમણ વધારી શકે: માસ્ક સોશ્યલ ડિસ્ટન્સની તૈયારી જરૂરી ,
કેરળ અને ઉતરપ્રદેશમાં પાંચના મોત બાદ હવે ચિંતા વધવા લાગી છે .

ભારતમાં કોરોનાના નવા વેરીએન્ટ તથા કેરળ અને ઉતરપ્રદેશમાં પાંચના મોત બાદ હવે ચિંતા વધવા લાગી છે તે સમયે વિશ્ર્વ આરોગ્ય સંગઠન ડબલ્યુએચઓના ટેકનીકલ લીડ માફીયા વાને શ્વાસ સંબંધી બિમારીઓ પર એલર્ટ આપ્યુ છે તથા કોરોનાના નવા વેરીઅન્ટ અંગે પણ વિશ્ર્વના દેશોને એલર્ટ કર્યા છે તથા તકેદારી વધારવા માટે પણ સલાહ આપી છે. તે માટે સોશ્યલ મીડીયા પર એક વિડીયો અપલોડ કરીને તેમણે આ પ્રકારની બિમારી ફેલાવવા માટેના કારણ પણ દર્શાવ્યા હતા.
તેઓએ કહ્યું કે કોરોના ઉપરાંત વાયરલ ફલુ રીનો વાયરલ માઈક્રોપ્લાઝા ન્યુમોનિયા જેવી બિમારી તથા વધી રહી છે. કોરોનાનો પુરોગામી સાર્સ-કોવ-2 સતત અપડેટ થઈ રહ્યા છે. જેના કારણે શ્વાસ સંબંધી બિમારીઓ વધશે તથા હવે રજાનો માહોલ આપવાથી આ પ્રકારની સ્થિતિ વધી શકે છે. ઠંડીના કારણે લોકોના ઘરમાં બારી દરવાજા બંધ રહેવાથી તેને વેરીએન્ટની પણ સમસ્યા રહે છે જે આ બિમારીને ફેલાવાની શકયતા વધારે છે. હાલ કોરોનાના 68% કેસ આ નવા સબ વેરીએન્ટના છે તથા ફરી માસ્ક-સોશ્યલ ડિસ્ટન્સ વિ. જેવા ઉપાયોની આવશ્યકતા પડી શકે છે.



