આઈપીએલ 2024ની હરાજીમાં ગુજરાતના સાણંદનો ખેલાડી હર્ષલ પટેલને પણ તડાકો પડ્યો છે. પંજાબ કિંગ્સે તેને 11.75 કરોડમાં ખરીદ્યો છે.
દુબઈમાં યોજાયેલી આઈપીએલ 2024ની હરાજીમાં ગુજરાતના ક્રિકેટરને પણ મોટો દલ્લો હાથ લાગ્યો છે.

દુબઈમાં યોજાયેલી આઈપીએલ 2024ની હરાજીમાં ગુજરાતના ક્રિકેટરને પણ મોટો દલ્લો હાથ લાગ્યો છે. મૂળ સાણંદના હર્ષલ પટેલને આઈપીએલ હરાજમાં કરોડો રુપિયા મળ્યાં છે. પંજાબ કિંગ્સે હર્ષલ પટેલને 11.75 કરોડમાં ખરીદ્યો છે. આમ તો હર્ષલની બેસ પ્રાઈસ 2 કરોડ હતી પરંતુ તેને 5 ગણા વધારે પૈસા મળ્યાં છે. 2021ની સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર હર્ષલ છેલ્લી ત્રણ સિઝનથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે હતો. જોકે 2023ની આઈપીએલ હર્ષલ માટે માઠી બની હતી ગુજરાત ટાઇટન્સે 33 વર્ષીય હર્ષલ માટે બિડિંગ વોર શરૂ કરી હતી પરંતુ અંતે પંજાબ કિંગ્સે તેની પર મોંઘો દાવ લગાવ્યો હતો.
ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL 2024ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને દુબઈમાં ખેલાડીઓની હરાજી શરૂ થઈ ગઈ છે. એવામાં ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સે IPLમાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. તે IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે.
ઉલ્લેખનીય છે કે પેટ કમિન્સની આગેવાનીમાં જ ઓસ્ટ્રેલિયા 2023નું વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું અને તેને કારણે જ આઈપીએલનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. સનરાઈઝ હૈદરાબાદે કમિન્સને 20.5 કરોડમાં ખરીદ્યો છે.